તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 17th November 2025
પોરબંદર જિલ્લામાં બીસ્માર રોડની મરામત માટે ઝડપી કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭ : રાજ્યમાં થયેલી ભારે વરસાદી પરિસ્થિતિ બાદ સમગ્ર ગુજરાતમાં માર્ગવ્યવસ્થા દુરસ્ત બનાવવા માટે ઝડપભેર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરો તથા જિલ્લાઓમાં વરસાદથી અસરગ્રસ્ત બનેલા માર્ગોની મરામતને પ્રાથમિકતા આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં નુકશાન થયેલ રસ્તાની મહામત માટે કામગીરી ઝડપી બનાવાયેલ છે.
જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર તુરંત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત પાલખડા-કેશવ માર્ગ પરથી કરવામાં આવી છે, જ્યાં માર્ગની ક્ષતિને ઝડપથી દૂર કરી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રહે તે દિશામાં પગલાં લેવામાં આવ્યા છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
