તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 17th November 2025
પોરબંદર ચેમ્બર્સના ૨૬ ટ્રસ્ટીઓને ચેરીટી કમિશનર દ્વારા નોટીસો
ચેમ્બર્સ દ્વારા પરવાનગી વિના બાંધકામ અને ટ્રસ્ટના રિપોર્ટમાં ગોટાળા સંબંધે આક્ષેપો-ફરિયાદો બાદ કાર્યવાહી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૭: ચેમ્બર્સ ઓફ કોમર્સ સામે પરવાનગી વિનાના બાંધકામ અને ટ્રસ્ટના રિપોર્ટમાં ગોટાળા સંબંધે આક્ષેપો અને ફરીયાદો બાદ ચેરીટી કમિશનરશ્રી રાજકોટ દ્વારા ચેમ્બર કોમર્સના ૨૬ ટ્રસ્ટીઓને નોટીસો આપીને તમામ ટ્રસ્ટીઓને ૯મી ડીસેમ્બરે હાજર રહેવા નોટીસોમાં જણાવેલ છે.
ચેમ્બર ઓફ કોમર્સ સામે લાંબા સમયથી અનેક સવાલો ઉઠ્યા છે જેમાં કોઈપણ જાતની બાંધકામ પરવાનગી વગર બાંધકામ કરેલ અને ટ્રસ્ટ ના ફેરફાર રિપોર્ટ માં પણ ગોટાળાના આક્ષેપ થયા હતા.
અગાઉ બિલ્ડીંગની બહાર ના ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફ્ટી મામલે પણ વિવાદ સર્જાયો હતો અને દિવસો સુધી ચેમ્બરના બિલ્ડીંગ ને નગરપાલિકાએ સીલ કરેલ હતું . ર્પાકિંગ ની જગ્યા માં પણ મોટું બાંધકામ કરી ર્પાકિંગ બંધ કરેલ હોવાના પણ આક્ષેપ થયા હતા
ચેમ્બર ઓફ કોર્મસ દ્રારા એક સમારંભ થયો હતો જેમાં પોરબંદરના સાંસદ ડો મનસુખભાઇ માંડવિયા સાંસદ રામભાઇ મોકરિયા જિલ્લા પ્રમુખ ડો ચેતનાબેન તિવારી અને શહેર પ્રમુખ સાગર મોદી ના નામ નિમંત્રણ કાર્ડ માં નહીં હોવાથીઆ બાબતે તેની ચર્ચા ઉઠી હતી. કેટલાક સભ્યો ને કોઈપણ જાતની મંજૂરી વગર કે કારણ વગર સસ્પેન્ડ કરેલ હોવાની ચર્ચાઓ સામે આવી હતીે
હવે રાજકોટ ચેરિટી કમિશનર દ્રારા ચેમ્બર ઓફ કોર્મસના બેઠેલા સહિત ૨૬ ટ્રસ્ટીઓ ને નોટિસ મળતા સમગ્ર વ્યાપારી આલમ માં ખડભળાટ મચી ગયો છે. ચેરિટી કમિશનરે ૨૬ ટ્રસ્ટીઓ ને નોટીશ આપી અને ૯મી ડિસેમ્બર ના દિવસે તમામે હાજર રહેવા અને તેમની સામે ફોજદારી કેમ ના કરવી ? એવા પ્રકારની નોટીશ મળી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
