<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

પડધરી તાલુકાની ૩ સહકારી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

પડધરી તાલુકાના આશરે ૧૫ હજારથી વધુ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશેઃ ધીરૂભાઈ તળપદા

(મનમોહન બગડાઈ દ્વારા) પડધરી, તા.૧૭: પડધરી તાલુકાની ત્રણ સહકારી મંડળી ઓ. દ્વારા સરકારશ્રી એ જાહેર કરેલ ટેકાના ભાવથી મગફળી ખરીદી શરૂ કરેલ છે, જેમાં અગાઉ બે સહકારી મંડળી ખંભાળા અને ડુંગરકા સરકારી મંડળી દ્વારા ખરીદી શરૂ કરેલ. જ્‍યારે આજરોજ પડધરી તાલુકાની મોવૈયા જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી શરૂ કરવામાં આવેલ છે. મંડળીના પ્રમુખશ્રી ધીરૂભાઈ તળપદા દ્વારા જણાવેલ કે પડધરી તાલુકાના આશરે ૧૫ હજારથી વધુ ખેડૂતોને ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવામાં આવશે, જેમાં ત્રણે સહકારી મંડળી ઓ. દ્વારા ખરીદી કરવામાં આવશે. આજે શરૂ થતા મોવૈયા મંડળીના કેન્‍દ્રમાં આવનાર દરેક ખેડૂતોને ચા-પાણી તેમ જ નાસ્‍તો તથા જમવાની ફ્રી સુવિધા આપવામાં આવશે. ખરીદી કેન્‍દ્રનો પ્રારંભે પૂર્વ શાંસદ મોહનભાઈ કુંડારીયા, પડધરી ગ્રામ પંચાયત સરપંચ ડો.વિજયભાઈ પરમાર, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ડોડીયા, પરસોતમભાઈ સાવલીયા, હઠીસિંહ જાડેજા, રોહીતભાઈ ચાવડા, શૈલેષભાઈ ગજેરા, ચતુરભાઈ સવેરા, પિન્‍ટુભાઇ જાડેજા, અરવિંદભાઇ સુદાણી, કવલજીતભાઈ ડોડીયા તેમ જ સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા

(1:43 PM IST)