<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાથી યુવતી ગુમ

લાંબા ગામની યુવતીની કોઈ જાણ થાય તો પોલીસ સ્ટેશનને સંપર્ક કરવા અપીલ કરાઈ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૭

કલ્યાણપુર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા અનુસાર લાંબા ગામની યુવતી જાનવિબેન કંડોરિયા તા.૧૦/૧૧/૨૦૨૫ સવારે ગુમ થયેલ છે. 

         તેમની ઉંમર ૨૧ વર્ષની અને ધોરણ ૧૦ ભણેલ છે તેમજ ગુજરાતી અને હિન્દી જાણે છે. મધ્યમ બાંધાની ઊજળા વર્ણની ૫'૩ જેટલી ઊંચાઈ ધરાવતી આ યુવતીની ભાળ મળ્યે કલ્યાણપુર પોલીસ સ્ટેશન કે ૭૯૯૦૬૨૦૦૪૯ પર સંપર્ક કરવા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની યાદીમાં જણાવાયું છે.

(4:26 PM IST)