News of Monday, 17th November 2025
હળવદના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું : વ્યાજખોર અને બેંકની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્મહત્યા કરી
વેપારીએ કારખાનામાં પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો: મૃતકે સુસાઇડ નોટમાં પાંચ જેટલા શખ્સોના નામ લખ્યા હોવાનું અનુમાન

મોરબીના હળવદના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોર અને બેંકની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ. વેપારીએ કારખાનામાં પોતાની કારમાં ઝેરી દવા પી આપઘાત કર્યો. વેપારી નવનીત આદ્રોજા (44) ઝેરી દવા પી આપઘાત કર્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. મૃતકે સુસાઇડ નોટમાં પાંચ જેટલા શખ્સોના નામ લખ્યા હોવાનું અનુમાન છે. મૃતક વેપારીના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. છે
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
