News of Monday, 17th November 2025
મોરબીમાં નિઃશુલ્ક કાંસ્ય થેરાપી સારવાર કેમ્પ યોજાયો.
મોરબીના ડો. હસ્તલેખાબેન મહેતાના ૧૯૭ માં કેમ્પનું આયોજન, કાંસ્ય થેરાપી નિષ્ણાંત દ્વારા નિદાન-માર્ગદર્શન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડૉ.હસ્તલેખાબેન મહેતા ( હસ્તીબેન) ના ૧૯૭ માં કેમ્પ નું આયોજન સૌજન્ય પોપટભાઈ મોતીચંદ પારેખ દ્વારા ૩,કાયાજી પ્લોટ ધન્વંતરી ભવનમાં કરવામાં આવ્યું જે કેમ્પમાં રાજકોટના મનસુખભાઈ ભાડલા સુપ્રિદ્ધ કાંસ્ય થેરાપી નિષ્ણાત દ્વારા કરવામાં આવી હતી. જેનો ૧૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધેલ.
છ દિવસ માટે કાંસ્ય થેરાપી મશીન મશીન ડૉ હસ્તિબેન દવાખાને રહેશે અને રાહત દરે ૬ દિવસ થેરાપી આપવામાં આવશે,સાથે ૨૩/૧૧/૨૫ ના રવિવારે સવારે ફ્રી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે તો લાભ લેવા જણાવાયુ છે. આ કેમ્પને સફળ બનાવવા ડૉ.બીપીનભાઈ લહેરુ તેમજ દવાખાના સ્ટાફે જહેમત ઉઠાવેલ. કેમ્પ સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, દર્શનબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, નિવેદિતા શાસ્ત્રી દ્વારા સુંદર સુવ્યવસ્થિત કામગીરી સાથે સેવાઓ આપવામાં આવેલ.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
