News of Tuesday, 18th November 2025
બગસરા ખાતે એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા અમરપરા વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી: ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.

અમરેલી જિલ્લાના બગસરા ખાતે ST બસ સ્ટેન્ડ નજીક આવેલા અમરપરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ યુવક 30 વર્ષીય ધીરુ ખીમસુરિયા તરીકે કરવામાં આવી છે. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી છે. મૃતદેહને તાત્કાલિક બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે હાલ અકુદરતી મૃત્યુનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
