<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મ પેટે રૂા.૧૦૦નું ઉઘરાણું: આપ નેતા જીગીશા પટેલે વીસીનો ઉધડો લીધો

બીજી બાજુ કેટલા ગ્રામજનોએ કહ્યું કે અમને રૂા. ૧૦૦નું ઉઘરાણું મંજૂર છે કામ ચાલવા દો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૮: આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક  સમય થી ગોંડલ  પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ ભરતી વેળાએ વીસી દ્વારા રૂપિયા સોનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદને લઈ તપાસ હાથ ધરાતા મામલો ગરમાયો હતો.

સુલતાનપુરમાં વીસી. ઓપરેટર દ્વારા  ખેડૂતો પાસે થી  રૂપિયા ૧૦૦ ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદને લઈ તેઓએ  જણાવ્‍યું હતું કે વીસીને ગ્રામ પંચાયત મહિને ૨૦૦૦ રૂપિયા પગાર આપે છે આ ઉપરાંત સરકારમાંથી એક ફોર્મ દીઠ રૂા. ૧૨ થી લઈ રૂા. ૨૦ કમિશન આપવામાં આવતું હોય છે અને સુલતાનપુરમાં આશરે ૨૭૦૦ સહાય ફોર્મ ભરવાના છે જેનો હિસાબ કરીએ તો ૧૫ દિવસમાં રૂપિયા ૩૩, ૪૦૦ રૂપિયા વીસીને મળે તેમ છે તેમ છતાં વિશી દ્વારા રૂા.૧૦૦ ઉઘરાવી આશરે રૂા. ૨,૭૦,૦૦૦ નું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, અને ૧૫ દિવસમાં તમામ ફોર્મ ભરવાની જવાબદારી પણ અપાય છે.પરંતુ  સર્વર ડાઉન હોય છે ઘણીવાર ફોર્મ પણ ભરી શકાતા નથી તેથી ખેડૂતો સહાય મેળવવા લાંબી લાઈનો માં ઊભા રહે છે આજે સુલતાનપુર ગામે વીસી શિવમભાઈ દ્વારા રૂા. ૧૦૦ ફોર્મ દીઠ ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ હોય તપાસ કરતા રૂા. ૧૦૦ ઉઘરાવતા હતા અને તેઓએ આ વાત સ્‍વીકારી અત્‍યારે જ રૂપિયા ૧૦૦ ઉઘરાવવાનું બંધ કરું છું. તેવું કહ્યુ  હતુ.

તો  બીજી  બાજુ આ વેળા કેટલાક ગ્રામજનો એ કહ્યું હતું કે અમને સો રૂપિયા મંજૂર છે તમે ફોર્મ ભરવાનું કામ અટકાવશો નહીં. આ મામલે વાતાવરણ ઉગ્ર બનતા જીગીશાબેન પટેલે ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરવા તજવીજ હાથ ધરી હતી.

જ્‍યારે જિગીશા  પટેલ સુલતાનપુરમાંથી રવાના થયા બાદ ફરી સુલતાનપુરમાં રૂપિયા ૧૦૦ નાં ઉઘરાણાં સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ  ગઈ થઈ હતી. એ આヘર્ય બાબત ગણાય.

 

(10:20 AM IST)