તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 18th November 2025
અમરેલીમાં રહેતી પરીણીતાના પતિએ ઉપાડ કરેલ પૈસા કઢાવી બળાત્કાર ગુજાર્યો
લાલાવદર ગામના શખ્સે બળાત્કાર ગુજારી બળજબરી કરી પૈસા કઢાવી ગુનો કર્યાની ફરિયાદ

અમરેલી તા.૧૮: (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીમાં રહેતી પરીણીતાના પતિ તથા આરોપી લાલાવદર ગામના દેવરાજ ભવાનભાઈ માધડ અમરેલીની કલરવ હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હોય.અને દેવરાજે પરીણીતા પાસેથી મોબાઈલ નંબર મેળવી તેમની સાથે વાતો ન કરે તો તેમના પતિને સરખી રીતે જોબ નહી કરવા તેમજ હેરાન કરવાનું કહી પરીણીતાને તેમની સાથે વાતો કરવા માટે દબાણ કરેલ.અને પરીણીતાના પતિએ કલરવ હોસ્પિટલમાંથી પૈસાનો ઉપાડ કરેલ હોય.જે આરોપીને ખબર હોય.જેથી પરીણીતાના ઘરે ગેરકાયદેસર ઙ્કવેશ કરી પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા બળજબરી કરી બળાત્કાર ગુજારી પરીણીતાને આરોપીની બીક લાગતા તેમના પતિએ કરેલ ઉપાડના રૂા. ૩૭,૦૦૦ આરોપીને આપી દઈ બળજબરીપુર્વક પૈસા કઢાવી લઈ ગુનો કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
