તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
ગોંડલમાં પૈસાની લેતીદેતી અને ગાળો બોલવા મામલે ફરસી, ધોકાથી ધમાલઃ પાંચ ઘવાયા
અશ્વીન, અમિત, રામ, રોહિત, રેખાને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૮: ગોંડલમાં સિવિલ હોસ્પિટલ પાસે બે પરિવારના લોકો વચ્ચે મારામારી થતાં એક બીજા પર લોખંડની ફરસી, ધોકાથી હુમલો કરી પથ્થરમારો પણ કરતાં પાંચને ઇજા પહોંચી હતી. પૈસાની લેતી દેતી અને ગાળો બોલવા મામલે આ માથાકુટ થઇ હતી. ઘાયલ થયેલા તમામને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં ભગવતપરામાં રહેતાં અશ્વીન ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૦), તેના માસીયાઇ ભાઇઓ અમિત શેતલભાઇ મકવાણા (ઉ.વ.૧૮) અને રામ રવજીભાઇ સોલંકી (ઉ.વ.૨૫) ને સાંજે આઠેક વાગ્યે ગોંડલ નદી કાંઠે સરકારી હોસ્પિટલ ચોકમાં હતાં ત્યારે આ વિસ્તારમાં રહેતાં રાહુલ, વિજલો, ભરત સહિતનાએ લોખંડની ફરસી, ધોકાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ત્રણેય લોહીલુહાણ થઇ જતાં ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રામ સોલંકીએ કહ્યું હતું કે પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે તેણે ગોંડલ સિલિ હોસ્પિટલ પાસે રહેતી પૂજાના સગા રીટાબેન જીતુને દસ હજાર ઉછીના આપ્યા હતાં. આ રકમની ઉઘરાણી કરવા પોતે સાંજે બે માસીયાઇ ભાઇને લઇને રીટા પાસે ગયો હતો. રીટા આ વખતે તેના સગા પૂજાબેનના ઘરે હતી. ઉઘરાણી મામલે ઝઘડો થતાં પોતાના પર અને બે ભાઇઓ પર હુમલો થયો હતો.
સામા પક્ષે રેખા આકાશ રાઠોડ (ઉ.વ.૨૧) તથા તેના જેઠાણીના દિકરા રોહિત અશોક મકવાણા (ઉ.વ.૨૦)ને પણ ઇજાઓ થતાં તેને પણ ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રેખાના કહેવા મુજબ તેના જેઠાણીના દિકરા રોહિત સાથે રામલો, બોડાબેન, જોની સહિતનાએ ગાળો બોલવા મામલે ઝઘડો કરી પાણાના ઘા કરી ઇજા કરતાં પોતે અને બીજા લોકો રોહિતને દવાખાને લઇ જતાં હતાં ત્યારે ફરીથી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ થઇ છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
