તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સુરેન્દ્રનગર ખેલ મહાકુંભમાં લોંગ ટેનિસ રમતા SRPF જવાનનુ હાર્ટએટેકથી મોત
SRPF જવાન ગ્રાઉન્ડ પર ઢળી પડ્યાઃ હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ મોતઃ રાઘવદાસ વૈષ્ણવનું મોત..પરિવાર પણ શોકમગ્નઃ ગાંધીનગર ફરજ બજાવતો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે આયોજિત ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલા ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એક SRPF જવાનનું અચાનક હૃદય બેસી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખેલ મહાકુંભના મેદાનમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મળતક જવાનની ઓળખ રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવ તરીકે થઈ છે. રાઘવદાસ વૈષ્ણવ ખેલ મહાકુંભની લોન્ગ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા.રમત રમતા સમયે જ અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા. આ બનાવ બનતા તાત્કાલિક અન્ય લોકોએ મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મળત જાહેર કર્યા હતા.
ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાઘવદાસ વૈષ્ણવનું મોત હાર્ટએટેક આવવાથી નીપજ્યું છે.આર્મી અને પોલીસ જેવી ફિટનેસ ધરાવતા જવાનોનું પણ સ્પર્ધા દરમિયાન હાર્ટ એટેકથી મળત્યુ થવું એ યુવાનોમાં વધી રહેલી હૃદયરોગની સમસ્યા તરફ ગંભીર ઈશારો કરે છે. ખેલ મહાકુંભ જેવા આયોજનમાં આ કરુણ ઘટનાથી ખેલ જગતમાં શોક છવાયો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
