તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
પોરબંદર ચેમ્બરના ર૬ ટ્રસ્ટીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ચેરીટી કમિશનર કચેરી સમક્ષ મંજૂરી માંગી
સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯પ૦ ની કલમ-રર ની જોગવાઇ અને કલમ-૮૩ હેઠળ ચેમ્બરના ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવા મંજૂરી માંગવામાં આવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.પોરબંદર ચેમ્બર્સના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ નોટીસો સંબંધે ચેમ્બર્સના પ્રમુખ જીજ્ઞેશભાઇ કારીયાએ કશું કહેવાનો ઇન્કાર કર્યો.
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. ચેમ્બર ઓફ કોમર્સ સામે મંજૂરી વિનાના બાંધકામ અને ટ્રસ્ટના વહીવટમાં ગરબડ અંગે આક્ષેપો અને ફરીયાદો બાદ ચેરીટી કમીશનર કચેરી દ્વારા કાર્યવાહી કરવા ચેમ્બરના ર૬ ટ્રસ્ટીઓને વ્યકિતગત નોટીસો પાઠવી હતી. આ નોટિસો સાથે ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરવા ગુજરાતની સાર્વજનિક ટ્રસ્ટ અધિનીયમ ૧૯પ૦ ની કલમ રર ની જોગવાઇ અને કલમ ૮૩ હેઠળ કાર્યવાહી દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી રાજકોટના અધિક્ષકે ચેમ્બરના ૨૬ ટ્રસ્ટીઓને નામ જોગ વ્યક્તિગત નોટિસો પાઠવવામાં આવી છે. ગુજરાતની સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ ની કલમ ૨૨ ની જોગવાઈ બદલ કલમ ૮૩ હેઠળ કાર્યવાહી દાખલ કરવા માટે મંજૂરી માંગવામાં આવેલી છે.
આ જ રીતે અન્ય એક નોટિસમાં કલમ ૨૬ ની જોગવાઈ બદલ ફોજદારી કાર્યવાહી કરવા માટે મંજૂરી માંગવામાં આવેલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ તા. ૯-૧૨ -૨૦૨૫ના બપોરે ૧૨ કલાકે રજુઆત અને સુનાવણી માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ નોટિસના અંતમાં જણાવ્યા અનુસાર જો ટ્રસ્ટીઓ હાજર નહિ રહે તો તમારે કોઈ રજુઆત કરવી નથી તેવું માનીને આ પ્રકરણનો ગુણદોષ ઉપર નિર્ણય કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રકારની નોટિસ ચેમ્બરના તમામ ટ્રસ્ટીઓને પાઠવવામાં આવતા વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ વિરુદ્ધ પરવાનગી વગર બાંધકામ, ફાયર એન.ઓ.સી.માં ગેર રીતિ, ર્પાકિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ તથા ચૂંટણી દરમિયાન ગેરરીતિ તેમજ સભ્યોને સસ્પેન્ડ કરવા સહિતના આક્ષેપો અને અનેક વિવાદો માધ્યમોમાં પ્રસારિત થઇ ચુકયા છે. આ તમામ વિવાદો વચ્ચે હવે કલમ ૩૬ અને ૨૨ મુજબ મદદનીશ કમિ‘રની કચેરી દ્વારા નોટિસો પાઠવવામાં આવતા વેપારી આલમમાં ચર્ચાઓ જોવા મળી રહી છે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
