<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

માધવપુરના કાચબા ઉછેર કેનુમાંથી ૩૨ બચ્‍ચાંઓને દરિયામાં છોડાયા

પોરબંદર, તા.૧૮: જળચર જીવસૃસ્ટી તથા દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માધવપુર હેચરી ખાતે આજે ગ્રીન સી ટર્ટલના ૩૨ બચ્‍ચાઓનું દરિયામા સફળતાપુર્વક છોડવામાં આવ્‍યાં હતાં.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્‍જ ફોરેસ્‍ટ ઑફિસર  શ્રી સામતભાઈ ભમ્‍મર, ફોરેસ્‍ટર શ્રી મહેન્‍દ્રભાઈ ચૌહાણ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી ડૉ.ચેતનાબેન તિવારી, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ આ તકે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

હેચરી દ્વારા દરિયાકાંઠા વિસ્‍તારમાં સમુદ્રી કાચબાઓના સંરક્ષણ માટે સતત કાર્ય થાય છે, જેમાં ઈંડા સંરક્ષણ, બચ્‍ચાઓની દેખરેખ, અને યોગ્‍ય સમયે દરિયામાં છોડવામાં જેવી મહત્‍વપૂર્ણ કામગીરીનો સમાવેશ થાય છે.

દરિયામાં છોડવામાં આવેલા ગ્રીન સી ટર્ટલના બચ્‍ચાઓ પોતાના સ્‍વાભાવિક દરિયાઈ પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે, જે સ્‍થાનિક સંરક્ષણ કાર્યને વધુ બળ અને પ્રેરણા આપે છે. 

 

(1:11 PM IST)