<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સંમેલનમાં ગુજરાતના ૨૨૪ માર્કેટીંગ યાર્ડના ચેરમેન,વાઈસ ચેરમેન અને યાર્ડના પ્રતિનિધિઓની હાજરી

 

કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સંમેલન યોજાયેલ તેની (તસ્‍વીરઃ દીપક કક્કડ-વેરાવળ)

વેરાવળ, તા.૧૮: તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી આવેલ ૨૨૪ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વાઈચ ચેરમેન અને પ્રતિનિધિ ઓ પધારેલ હતા અને માર્કેટીંગ યાર્ડને લગતા પ્રશ્‍નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.      આ તકે સર્વ પ્રથમ મહેમાનો નુ ફુલહાર અને ચાલ ઓઢાડી સન્‍માન સ્‍વાગત કરવામાં આવેલ તેમજ જે યાર્ડમા નવા ચેરમેનની નિમણૂક થયેલ તેમનુ સ્‍વાગત સન્‍માન કરવામાં આવેલ આ તકે ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ ના વાઈચ ચેરમેન ચેતન સિંહ ચાવડા એ જણાવ્‍યું કે માર્કેટીંગ યાર્ડમા જે ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં યાર્ડ ને કોઈ જાતનો ફાયદો થતો નથી તેમજ યાર્ડની બહાર વેપારીઓ ખરીદી થાય છે તેની સેચ પણ યાર્ડ ને મળતી નથી જેથી અમુક યાર્ડને પગાર ચૂકવવા ના ફાફા થાય છે આ સીવાય પણ અનેક પ્રશ્‍નો છે જે આગામી દિવસોમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીને રજૂઆત કરવામાં આવશે. આ તકે પુર્વ ધારાસભ્‍ય અને પુર્વ એ પી એમ સી વેરાવળના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે સરકાર દ્વારા જે ટેકા ના ભાવે યાર્ડ મા મગફળી ની ખરીદી થાય છે તેમા સરકાર ખરીદી દરમિયાન દર મહિને ૫૦,૦૦૦ આપશે તેમજ વધુ મા જણાવેલ કે સરકાર દ્વારા જે તાજેતરમાં ખેડૂતો ને નુકશાન થયેલ છે તેમા ૧૦,૦૦૦ હજાર જેવુ માતબર પેકેજ જાહેર કરેલ છે અને ટેકાના ભાવે મગફળી સહિત જણસો ખરીદી કરેલ છે તે સરકારનુ પગલુ આવકારદાયક છે.

 ઉજા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે અમો ખેડૂતોના હિતમાં અનેક પગલાં ભરેલા છે ખેડૂતોને સહાય તેમજ ઓર્ગેનિક ખેતી માટે ૧૦૦ વિઘા મા ખેડૂતો ને પ્‍લેટફોર્મ પુર પાડવા તૈયારીઓ કરેલ છે તેમજ જુદા જુદા યાર્ડમાંથી આવેલ ચેરમેનો દ્વારા સુચનો પણ કરેલા અને તેમની યાર્ડની સારી બાબતો શેર કરેલ.  આ તકે ગુજરાત નિયંત્રિત બજાર સમિતિ સંધ અમદાવાદના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ,વાઈચ ચેરમેન ચેતન સિંહ ચાવડા, સેક્રેટરી નરેન્‍દ્રસિંહ સાચટીયા, ઉર્જા બજાર સમિતિના ચેરમેન દિનેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્‍ય અને પુર્વ એ પી એમ સી ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,કાજલી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન પરેશભાઈ પરમાર,વાઈચ ચેરમેન કાળુભાઇ મેર, સહિત ગુજરાતભરમાંથી આવેલ ૨૨૪ માર્કેટીંગ યાર્ડના તમાંમ હોદેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા કાજલી માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન પરેશભાઈ પરમાર, સેક્રેટરી કનકસિંહ પરમાર, અને યાર્ડનો તમામ સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

(1:12 PM IST)