<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

જુનાગઢ જીલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ

જૂનાગઢના ચંપા ફળિયા, મેમણ વાડા સહિતના વિસ્‍તારોમાં અવેરનેસ કેમ્‍પ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :..  મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્‍વયે માંગરોલીયા ઘાંચી, જમાતખાના મેમણ વાડા મસ્‍જિદ પાસે અવેરનેસ કેમ્‍પ યોજાયો હતો.

જેમાં ચંપા ફળિયા, ધાચી ની કમાન, મેમણવાડા, પિંઝાર ફળિયા, માંગરોલીયા ઘાંચી જમાતખાના, ચિતાખાના ચોક તથા ધોબી ગલી, સન્‍માન એપાર્ટમેન્‍ટ વિસ્‍તાર, કસાઈવાડા વિસ્‍તાર, સરવણ ફળિયા, જીવાસા ચકલા, દારૂવાળા નાકા, ડાંગરા ચોક વિસ્‍તારના મતદારોએ આ અવેરનેસ કેમ્‍પનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં આગામી તા. ૨૨ અને ૨૩ નવેમ્‍બરના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વિશેષ કેમ્‍પનું દરેક મતદાન મથક પર આયોજન થનાર છે. જેમાં જિલ્લાના તમામ મતદારોને પોતાની વિગતોની તપાસ કરવા, જરૂરી સુધારા કરવા અને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગીદારી બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ) 

(1:15 PM IST)