News of Tuesday, 18th November 2025
લોઠડા ગામ પાસે કારચાલકે બાઇકને ઉલાળતા વૃધ્ધ દંપતી અને પૌત્રને ઇજા
ચોટીલા દર્શન કરી પરત ગોંડલ જતી વખતે બનાવઃ ત્રણેયને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ, તા. ૧૮: ચોટીલા માતાજીના દર્શન કરી વૃધ્ધ દંપતી અને તેનો પૌત્ર ત્રણેય બાઇક પર ગોંડલ જતી વખતે લોઠડા ગામ નજીક સ્વીફટકારના ચાલકે બાઇકને ઉલાળતા ત્રણેય ફંગોળાઇ જતા ત્રણેયને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ ગોંડલના ભગવત પરામાં હરભોલે સોસાયટીમાં રહેતા જીવરાજભાઇ ભવાનભાઇ સદાદીયા (ઉ.વ.૬૦) તેના પત્ની લાભુબેન સદાદીયા(ઉ.૫૫) તથા પૌત્ર પૃથ્વી (ઉ.વ.૯) ત્રણેય બે દિવસ પહેલા, ત્રણેય બાઇક પર ચોટીલા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા.
દર્શન કરી પરત ગોંડલ આવતા હતા. ત્યારે લોઠડા ગામ પાસે ખેતલા આપા હોટલ પાસે પહોંચતા ચા-પાણી પીવામાટે મોટરસાયકલ વણાંક લેતા સામેથી પૂરઝડપે આવતી સ્વીફટકારના ચાલકકે મોટરસાયકલ ને હડફેટે લેતા વૃધ્ધ દંપતી અને તેનો પૌત્ર ફંગોળાઇ જતા ત્રણેયને માથા તથા શરીરે ઇજા થઇ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
બાદ ત્રણેયને ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટની મધુરામ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જથાણ થતા આજીડેમ પોલીસ મથકમાં એ. એસ.આઇ જે.કે. કુરીયા સહિતે હોસ્પિટલે પહોંચી વૃધ્ધના પુત્ર વિજય સદાદીયાની ફરિયાદ પરથી સ્વીફટ કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
