તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
જૂનાગઢ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર-વારંવાર ગુન્હાઓ કરતી જિલ્લાની સંગઠીત ગુન્હાહિત ગેંગના મુખ્ય આરોપીના ગુજ.સી.ટોક કાયદા હેઠળ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મુક્ત હુકમની શરત ભંગ કરતા આરોપીના જામીન રદ
જામીન રદ કરવા માટે પુરાવાઓ એકત્રિત કરી, નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલ અને નામદાર સ્પે.ગુજસીટોક કોર્ટ દ્વારા આરોપીઓના જામીન રદ થવા હુકમ કરવામા આવેલ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮ : નાયબ પોલીસ અધિક્ષક ,જૂનાગઢ વિભાગ, જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક ઇસમો દ્વારા કરાવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુજ.સી.ટોક જેવા આક્રમક પગલા લેવા તેમજ ગુજસીટોક ગુન્હામાં જામીન ઉપર મુકત થયેલ આરોપીઓ ઉપર સતત વોચ રાખી, નામદાર કોર્ટ દ્વારા જામીન મુકત શરતો ભંગ કરેલ હોય તો આરોપીઓ વિરૂધ્ધ જામીન રદ કરવા કાર્યવાહી કરવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય.
જે અન્વયે જુનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૨૦૨૫૧/૨૦૨૨ IPC ક.૩૬૪(એ), ૩૬૫, ૩૨૭, ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૩૮૬, ૧૪૩, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૩૪૨ તથા GPA ક.૧૩૫ મુજબ તથા G.C.T.O.C. એકટ-૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા(૨) તથા કલમ-૩(૪) મુજબના કામે ગુન્હાહિત સંગઠીત ટોળકી-(૧) મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજભાઇ મલેક મુસ્લીમ રહે. જુનાગઢ, ધારાગઢ દરવાજા, (૨) અકરમ ઉર્ફે પટેલ ઇકબાલભાઇ જેઠવા જાતે ઘાંચી રહે. સંઘાડીયા બજાર, જુનાગઢ તથા (૩) સોહીલ જમાલભાઇ શેખ સીપાઇ રહે. લંઘાવાડા ચોક, જુનાગઢ તથા (૪) સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી શૈયદ રહે.જુનાગઢ, ઘાંચીપટ, તથા (૫) શાહરૂખ ઉર્ફે બાપુ હનીફમીયા ઉર્ફે અનુમીયા કાદરી સૈયદ રહે. સુખનાથ ચોક જુનાગઢ વાળાઓ વિરૂધ્ધ દાખલ થયેલ હોય, જે ગુન્હાની તપાસ હિતેષ ધાંધલ્યા, નાયબ પોલીસ અધિક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ. દ્વારા કરવામા આવેલ. અને ગુન્હાની સંગઠીત ટોળકીનો મુખ્ય લીડર મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજભાઇ મલેક ત્રણ વર્ષ જ્યુડીશ્યલ કસ્ટડીમાં રહ્યા બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ નં.SCR.A-80/2023 તા.15/04/2025 થી આરોપીને રેગ્યુલર શરતી જામીન આપવામાં આવેલ હતા.
આમ, સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી જામીન પર મુકત થઇ બહાર આવી ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા તેમજ નામદાર ગુજરાત હાઇ કોર્ટના હુકમમાં દર્શાવેલ શરતોનો ભંગ કરતા, આ કામેના આરોપીના જામીન રદ કરવા અંગે મહત્વના આધારભુત પુરાવાઓ એકત્રિત કરી અત્રેની કચેરીથી વિગતવારનો અહેવાલ તૈયાર કરી, નામદાર સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ, રજકોટમાં જામીન રદ થવા અંગેની અરજી દાખલ કરવામા આવેલ જેના નં.૨૬૬૪/૨૦૨૫ થી દાખલ થયેલ અને સ્પે.પબ્લીક પ્રોસીક્યુટરશ્રી તુષાર એમ. ગોકાણી નાઓ દ્વારા ધારદાર દલીલો અને પોલીસ સ્ટાફ દ્વારા એકત્રિત કરવામા આવેલ મહત્વના આધારભુત પુરાવાના આધારે નામદાર સ્પે.ગુજસીટોક કોર્ટ, રાજકોટ દ્વારા મજકુર આરોપી- મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોઝભાઇ મલેક ના ગુજસીટોક હેઠળ મેળવેલ રેગ્યુલર જામીન રદ કરવાનો હુકમ કરવામા આવેલ છે અને મજકુર આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવા "ધરપકડ વોરંટ" ઇસ્યુ કરવામા આવેલ છે.
આ અગાઉ પણ જુનાગઢ જીલ્લામાં દાખલ થયેલ ગુજસીટોક ધારા હેઠળના ગુન્હાઓમાં આરોપીઓ જામીન પર મુક્ત થયેલ અને જામીન પર મુકત થતા નામદાર કોર્ટ દ્વારા રાખવામા આવેલ શરતોનો ભંગ કરેલ હોય, જેમા આરોપી જુનાગઢ "સી" ડીવી.પો.સ્ટે. માં દાખલ થયેલ ગુન્હાના કામે સંગઠીત ટોળકીના મુખ્ય આરોપી- કાળા ઉર્ફે કારા દેવરાજ રાડા રબારી રહે. ગાંધીગ્રામ જુનાગઢ વાળાઓના જામીન રદ કરવા માટે પુરાવાઓ એકત્રિત કરી, નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલ અને નામદાર સ્પે.ગુજસીટોક કોર્ટ દ્વારા આરોપીઓના જામીન રદ થવા હુકમ કરવામા આવેલ છે. જે પૈકી આરોપી- કાળા ઉર્ફે કારા દેવરાજ રાડા, હાલ રાજકોટ મધ્યસ્થ જેલ કસટડીમાં છે.
ગુજસીટોક ધારા હેઠળ રેગ્યુલર શરતી જામીન રદ કરવામા આવેલ આરોપીનુ નામ, સરનામા મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજભાઇ મલેક મુસ્લીમ રહે. જુનાગઢ, ધારાગઢ દરવાજા છે.
ગુજસીટોક ધારા હેઠળ મેળવેલ જામીન રદ કરવા અંગેની કામગીરી કરનાર અધિકારી/કર્મચારી આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જુનાગઢ વિભાગ, જુનાગઢના HC. દેવેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા, PC. વિજયભાઇ ખીમજીભાઇ દવેરા, તથા ASI. એસ.જે.રાઠોડ, ASI. કે.જે.કીડીયા, PC. ભગવાનજી વાઢિયા, વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
