તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 19th November 2025
કલ્યાણપુરના મોટા આસોટા ગામે ખેડૂતના વાડામાં હજારો રૂપિયાનો પશુચારો સળગીને ખાખ : જુઓ વિડીયો
રાયદેભાઈ ભોલાભાઈ ગાગિયાના વાડા નજીક વીજ પોલમાંથી પસાર થતા તાર તૂટી પડતાં આ આગ ભભૂકી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ખેડૂતના વાડામાં સંગ્રહ કરેલ પશુ આહારના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી
ખેડૂત રાયદેભાઈ ભોલાભાઈ ગાગિયાના વાડામાં પશુઓ માટેના સૂકી નીરણના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. વાડા નજીક વીજ પોલમાંથી પસાર થતા તાર તૂટી પડતાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હજારો રૂપિયાનો પશુ ચારો સળગીને ખાખ થઈ ગયો હતો.(૨.૯)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
