<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ગિરનાર ૭ ડીગ્રીથી થરથરયો : નલીયા ૧૦.પ, અમરેલી ૧૧.ર ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જામતો શિયાળાનો માહોલઃ સવારે ઠંડીની અસર વધી

 

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસરમાં વધારો થઇ રહ્યો છે. આજે ગિરનાર ઉપર ૭ ડીગ્રી, નલીયા ૧૦.પ, રાજકોટમાં ૧ર.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવે ધીમે ધીમે શિયાળો જામવા લાગ્‍યો છે અને સવારે ઠંડીની અસરમાં વધારો થઇ રહ્યો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  ૭ ડિગ્રી ઠંડીથી આજે પણ સતત બીજા દિવસે ગિરનાર પર્વત ટાઢોબોળ રહેતા પ્રવાસીઓ સહિતના લોકો ઠીંગરાઈ ગયા હતા.

રાજ્‍યમાં ગયા વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આ વર્ષે શિયાળાના પ્રારંભથી જ ખાસ કરીને રાત્રેથી સવારના સમય દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

આજે પણ ગિરનાર પર્વત ઉપર ૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સમગ્ર પર્વત વિસ્‍તારમાં કડકડતી ઠંડી અનુભવાય હતી. જેના કારણે ગિરનારની યાત્રાએ આવેલા પર્યટકો શહેરના લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્‍યો હતો.

ગિરનાર પર્વતની સાથે સાથે જુનાગઢ વિસ્‍તારમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્‍યું હતું. લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રી રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૨ ટકાએ પહોંચી જતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારથી પવનની ઝડપ પ્રતિ કલાકની બે કિલોમીટરની રહેતા લોકો પર વધુ અસર જોવા મળી હતી. (પ-૯)

કયાં કેટલી ઠંડી

શહેર                લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત       ૭.૦ ડીગ્રી

જુનાગઢ             ૧ર.૦ ડીગ્રી

અમદાવાદ   ૧૪.૦ ડીગ્રી

અમરેલી             ૧૧.ર ડીગ્રી

બરોડા        ૧૩.૬ ડીગ્રી

ભાવનગર            ૧પ.૬ ડીગ્રી

ભુજ          ૧પ.૦ ડીગ્રી

ડીસા         ૧૩.૮ ડીગ્રી

દીવ          ૧પ.પ ડીગ્રી

દ્વારકા        ૧૮.૮ ડીગ્રી

કંડલા        ૧૬.૦ ડીગ્રી

નલિયા              ૧૦.પ ડીગ્રી

ઓખા        ર૧.૪ ડીગ્રી

પોરબંદર             ૧૩.૧ ડીગ્રી

રાજકોટ              ૧ર.૮ ડીગ્રી

સુરત         ૧૬.૪ ડીગ્રી

વેરાવળ              ૧૮.૭ ડીગ્રી

(10:51 AM IST)