તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ચૂડાના જોબાળામાં છરીના ઘા ઝીંકીને મહિલાની હત્યા કરવાના કેસના ફરાર આરોપીને પોલીસે દબોચી લીધો

વઢવાણઃ ચુડાતાલુકાના જોબાળા ગામે તા. ૧૫ના રોજ સવારે ૨૩ વર્ષીય હેતલબેન ભુપતભાઈ જુવાલીયાની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ બનાવમાં મળતકની માતા ગીતાબેન જુવાલીયાએ મળતક હેતલના પ્રેમી સંજયના પિતા બચુ લીંબડીયા સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીના માર્ગદર્શનથી ચુડા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતની ટીમે હત્યા કેસના આરોપી બચુ વશરામભાઈ લીંબડીયાને જોબાળા ગામના સીમ વીસ્તારમાંથી ઝડપી લીધો છે.હાલ તેણે એકલા એ જ હેતલની હત્યા કરી હોવાનું તે જણાવી રહ્યો છે. પરંતુ મળતદેહ પર લાગેલા ૧૫થી વધુ ઘા જોતા પોલીસને અન્ય આરોપીઓ હોવાની શંકા છે. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ છરી સહિતના પુરાવા કબજે કરવા અને વધુ આરોપીઓના નામ ખોલતા વધુ તપાસ હાથ ધરી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
