તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
વાંકાનેર ન.પા.ના ભાજપ શાશકોને ફરજીયાત મિટીંગ બોલાવવી પડી
કાયદાનો ભંગ કરી ઓકટોબરની મિટીંગ ન બોલાવ્યા બાદ કોંગ્રેસના સબળ વિરોધને પગલે વાંકાનેર પાલીકાની સામાન્ય બેઠક હવે નવેમ્બરમાં બોલાવવી પડી

વાંકાનેર, તા. ૧૯: નગરપાલીકાની સામાન્ય સભા યોજાઇ હતી. જેના એજન્ડામાં આગલી મિટીંગની કાર્યવાહી ને બહાલી, પ્રમુખના હુકમ બૂક નું વેચાણ અને પ્રમુખ સ્થાને થી રજુ થાય તે મુદા નોંધાયેલા હતા.
વિરોધપક્ષના નેતા મહંમદભાઇ રાઠોડ સહિત કોંગ્રેસ પક્ષના ચુંટાયેલા સભ્યો અશરફભાઇ ચૌહાણ, કુલસુમબેન તરીયા, જાગૃતિબેન ચૌહાણ અને એકતાબેન ઝાલા એક સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે, એજન્ડામાં વાંકાનેર શહેરના વિકાસ અંગે કે શહેરની સમસ્યાઓ બાબતે કોઇ મુદાનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હતો. ભાજપના સતાધિશો શહેરની સમસ્યાઓ બાબતે આંખ આડા કાન કરીને શાશન ચલાવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલીકા કાયદાની કલમ-પ૧ મુજબ ઓકટોબર મહિનામાં પાલીકાની સામાન્ય બેઠક બોલાવવી ફરજીયાત હોય છે. પરંતુ આ કાયદાનો ભંગ કરી ઓકટોબર ર૦રપ ની બેઠક જ ન બોલાવી તેનો છેદ ઉડાડી મુકતા, આ અંગે વિરોધપક્ષ ના સદસ્યો દ્વારા મુખ્મંત્રી સમક્ષ લેખિત અને પ્રાદેશિક કમિશનર સમક્ષ લેખિત તથા મૌખિક ફરીયાદો બાદ હાલની મિટીંગ ફરજીયાત બોલાવવી પડી હતી. બેઠકમાં ભાજપના ર૧ માંથી પાંચ સદસ્યો ગેરહાજર રહેલા જયારે કોંગ્રેસના પાંચેય સભ્યો હાજર રહયા હતા. આ મિટીંગમાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલ ત્રણ વિકાસના કામોમાં કોંગ્રેસના સદસ્યોએ ટેકો આપેલ હતો. પરંતુ વાંકાનેર શહેરની સમસ્યાઓ અને વિકાસના કામો બાબતે ચર્ચા કરવા માંગતા કોંગ્રેસના સદસ્યોને ભાજપ શાસકો દ્વારા સાંભળવામાં આવેલ ન હોતા
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
