તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ટંકારાના મિતાણામાં ૧૭ વર્ષની તેજલ સાડમીયાનો ઝેરી દવા પી આપઘાત
સગાઇ થઇ ચુકી હતીઃ એક શખ્સ ભગાડી ગયો હોઇ પરિવારજનો પરત લાવ્યા બાદ દુઃખી રહેતી હતીઃ સારવારમાં રાજકોટમાં મૃત્યુ થયું

રાજકોટ તા. ૧૯: ટંકારાના મિંતાણા ગામે રહેતી તેજલ શીવાભાઇ સાડમીયા (ઉ.વ.૧૭) નામની યુવતિ અગીયારેક દિવસ પહેલા ઉંદર મારવાની દવા પી જતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર તેજલ પાંચ બહેન અને એક ભાઇમાં મોટી હતી. તે ભાઇ બહેનો સાથે છુટક ખેત મજૂરી કરતી હતી. તેના પિતા હયાત નથી. ભાઇ પ્રકાશ સાડમીયાએ કહ્યું હતું કે મારી બહેનની સગાઇ મામાના દિકરા સાથે કરવામાં આવી હતી અને થોડા મહિના પછી લગ્ન કરવાના હતાં.
જો કે મારી આ બહેનને થોડા દિવસો પહેલા આંટાળા ગામનો શખ્સ ભગાડી ગયો હતો. જેની અમને જાણ થતાં અમે ત્યાંથી તેણીને પાછી તેડી લાવ્યા હતાં. આ વાત તેને ગમી નહોતી. આ કારણે તે દુઃખી રહેતી હતી અને ઉંદર મારવાની દવા પી લીધી હતી. સિવિલ હોસ્પટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ટંકારા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
