<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

પરિણીતાએ ફાંસી પહેલાં પ્રેમીને ફંદાનો ફોટો મોકલાવ્‍યોઃ બ્‍લેક મેઇલ કરી પ્રેમીએ ‘સંબંધ' રાખવા મજબૂર કરતા જીવ દીધો

યુવતીના પરિવારે મોબાઈલના આધારે પ્રેમી સામે ૫ મહિના બાદ ગુનો નોંધાવ્‍યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯: લગ્ન પહેલા કે લગ્ન બાદના પ્રેમ સંબંધો હવે ઘાતક બની રહ્યા હોઈ આ બાબતે યુવા વર્ગે વહેલાસર ચેતવાની અને લગ્નેત્તર પ્રેમ સંબંધોથી બચવાની જરૂરત છે.  ભુજમાં ગત ૧૪ જૂનના ૨૧ વર્ષીય યુવતીના ગળે ફાંસો ખાઈ જીવ દેવાના બનાવમાં મળતક યુવતીના પરિવારે દીકરીના પ્રેમી સામે મોબાઈલના પુરાવાના આધારે ગુનો નોંધાવ્‍યો છે. આરોપી સમીર જુનસ પઢિયાર દ્વારા યુવતી પરણી ગયા બાદ પણ પ્રેમ સંબંધના દાવે જૂના ફોટો વાયરલ કરવાની ધમકી આપી સબંધ રાખવા મજબૂર કરતો હતો. આ બાબતે યુવતીના મોબાઈલના આધારે આરોપી પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ગળે ફાંસો ખાતા પહેલા પરણીતાએ પોતાના પ્રેમીને મોબાઈલમાં ફંદાનો ફોટો મોકલ્‍યો હતો. આ પુરાવા પોલીસને મળતા આરોપી પ્રેમીને ઝડપી લેવાયો છે

(11:37 AM IST)