News of Wednesday, 19th November 2025
વાંકાનેરમાં સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦મી જન્મ જયંતિ અંતર્ગત પદયાત્રા યોજાઇઃ ઠેર-ઠેર યાત્રાનું સ્વાગત તથા પુષ્પવર્ષાઃ હજારો લોકો જોડાયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૯: હાલ દેશભરમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણીના સહભાગી બનવા વાંકાનેર-કુવાડવા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી તથા પુર્વ ધારાસભ્ય વસુબેન દોશી (વઢવાણ)ના અધ્યક્ષ સ્થાને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રામાં મુખ્ય સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વાળા રથ સાથે અત્રે જડેશ્વર રોડ પર આવેલ કિરણ સિરામીકના વિશાળ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થઇ પતાળેશ્વર રોડ, પ્રતાપ ચોક, રામ ચોક, દરબાર ગઢ રોડ, ચાવડી ચોક, મેઇન બજાર, ગ્રીન ચોક, રસાલા રોડ, દાણાપીઠ ચોક, પ્રતાપ રોડ, માર્કેટ ચોક થઇ ટાઉનહોલ ખાતે સંપન્ન થઇ હતી.
ઉપરોકત પદયાત્રાનું પ્રથમ જસદણ સિરામીકના એમ.ડી. પ્રજ્ઞેશભાઇ પટેલ, મણીલાલ પટેલ સહીતના ઉદ્યોગપતિઓ દ્વારા સરદારની પ્રતિમાનું ફુલહાર કરી પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પદયાત્રા રૂટ પર ઠેર-ઠેર વિવિધ અગ્રણીઓ તથા વિવિધ વ્યાપારી એસોસીએશનના આગેવાનો દ્વારા આ પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યાત્રા રૂટ પર ઠેક ઠેકાણે પાણી, ઠંડા પીણા સહીતની સુવિધા હતી.
આજની આ પદયાત્રામાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, પુર્વ ધારાસભ્ય વસુબેન (વઢવાણ), પ્રાંત અધિકારીશ્રી સાકરીયા, મામલતદારશ્રી સાનીયા, પાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, ઉ. પ્રમુખશ્રી હર્ષિતભાઇ સોમાણી, ડી.વાય.એસ.પી. સમીરભાઇ સારડા, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા, ટી.ડી.ઓ. પાયલબેન ચૌધરી, પાલીકા પુર્વ પ્રમુખો રમેશભાઇ વોરા, પ્રેમજીભાઇ જેપાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવજીભાઇ કુણપરા, શહેર ભા.જ.પ. પુર્વ પ્રમુખ પરેશભાઇ મઢવી, જીલ્લા ભા.જ.પ. ઉપાધ્યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, કિરાણા એશો. પ્રમુખ વિનુભાઇ કોટક, ઉ. પ્રમુખ લલિતભાઇ ભીંડોરા, કાપડ એશો.ના પ્રમુખ મુનાભાઇ હેરમા, ઉદ્યોગપતિ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, મણીલાલ પટેલ, પત્રકાર લિતેશભાઇ ચંદારાણા ઉપરાંત મામલતદાર કચેરી તથા પાલીકા કચેરી, પાલીકા સંચાલીત ગર્લ્સ સ્કુલ સ્ટાફ તેમજ શહેરની શાળાઓના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ હર્ષભેર જોડાયા હતા.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
