તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 19th November 2025
જામનગરમાં શીતકાલ શરૂ થતા પડોશી દેશ અને નિરાશ્રિત તિબ્બતના નાગરિકો દ્વારા શ્રી જામ સાહેબ બાપુના આશીર્વાદ અને શુભેચ્છા સાથે માર્કેટની શરૂઆત
ભારત તિબ્બત સંઘના મહિલા વિભાગના સભ્યો એ તિબ્બત લહાસા માર્કેટ ની મુલાકાત લઈ તેઓનું સ્વાગત સાથે શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : શીતકાલ શરૂ થતા આપણા પડોશી દેશ અને નિરાશ્રિત એવા તિબ્બતના નાગરિકો દ્વારા દેશભરમાં તિબ્બત લહાસા માર્કેટનું આયોજન થતું હોય છે એ મુજબ આપણા શહેર માં પણ માર્કેટ શરૂ થઈ ગઈ છે.
આપણા રાજા શ્રી જામ સાહેબ બાપુના આશીર્વાદ અને શુભેચ્છા સાથે માર્કેટની શરૂઆત થતી હોય છે એ પછી સમાજમાં આગેવાન સંસ્થા અને દેશના સંરક્ષણ સાથે તિબ્બતની સ્વતંત્રતા માટે કામ કરતી ભારત તિબ્બત સંઘના મહિલા વિભાગના સભ્યો એ તિબ્બત લહાસા માર્કેટ ની મુલાકાત લઈ તેઓનું સ્વાગત સાથે શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ યોજ્યો હતો.
જેમાં પ્રાંત માંથી મહિલા વિભાગ સચિવ ડિમ્પલ બેન રાવલ અને શોધ સંયોજક પૂર્ણિમા બેન નંદા સાથે જામનગર જિલ્લા અધ્યક્ષ પાયલ બેન શર્મા, ઉપાધ્યક્ષ રીટા બેન ઝીંઝુવા ડિયા, ધારા બેન પુરોહિત સાથે મીડિયા ઇન્ચાર્જ દિશીતા બેન,સભ્યો શ્રી મીનાક્ષી બેન, મધુ બેન, નીતા બેન,મીના બેન, વર્ષા બેન ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને ભારત તિબ્બત સંઘ મુખ્ય ઈકાઈ અને યુવા વિભાગ એ આવકાર્યો હતો.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
