<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

મોરબીમાં ઇકો કારમાંથી ૮પર બોટલ વિદેશી દારૂ પકડાયોઃ ચાલક છનન

ભાગ્‍યલક્ષી સોસાયટીના મકાનમાંથી ૩૪ બોટલ દારૂ પકડાયોઃ મયુરની શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ કાર અને દારૂના જથ્‍થા સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૯ મોરબીના રણછોડનગરમાં ઇકો કારમાંથી દારૂની ૮૫૨ બોટલનો જથ્‍થો એલસીબીએ ઝડપી લીધો હતો જોકે, ચાલાક નાસી છુટયો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઇકો કાર જીજે ૦૩ એનકે ૩૯૭૩ વાળીમાં ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો ભરી એક ઇસમ રણછોડનગર મેઈન રોડ શાંતિવન સ્‍કૂલ તરફથી આવવાનો છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને રણછોડનગર મેઈન રોડ પર ઇકો ચાલક મુદામાલ મૂકી નાસી ગયો હતો રેઢી પડેલી ઇકો કારની તલાશી લેતા કારમાંથી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

ઇકો કારમાંથી ઓલ સીઝન વ્‍હીસ્‍કી ૭૫૦ મિલીની બોટલ નંગ ૨૭૬ કીમત રૂ ૩,૮૬,૪૦૦ અને ઓલ સીઝન વ્‍હીસ્‍કી ૧૮૦ મિલી બોટલ નંગ ૫૭૬ કીમત રૂ ૨,૦૧,૬૦૦ મળીને કુલ રૂ ૫,૮૮,૦૦૦ નો દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો પોલીસે દારૂનો જથ્‍થો અને ઇકો કાર કીમત રૂ ૪ લાખ તેમજ મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ મળીને કુલ રૂ ૧૦,૦૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ઇકો કાર ચાલક નાસી ગયો હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

તેમજ બી ડિવીઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર ભાગ્‍યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. ૧૪,૪૯૨ની કિંમતની ૩૪ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ બનાવમાં પોલીસે મયુર ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી નામના શખ્‍સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વર્લીનો જુગાર રમતા

બે શખ્‍સો પકડાયા

બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢાળીયા પાસેથી વિનોદભાઈ મનુભાઈ વરાણીયા ઉ.વ.૩૭ને તથા તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપરથી વિષ્‍ણુભાઇ ખોડાભાઇ ધંધાણીયા ઉ.વ.૩૦ને પકડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 PM IST)