News of Wednesday, 19th November 2025
એસ.આર.પી.મેનનું અપહરણ કરી લૂંટના ગુન્હામાં આરોપીના આગોતરા જામીન મંજુર
પોરબંદર-ગાંધીનગર રૂટની એસ.ટી. બસમાં બેસેલા

રાજકોટઃ તા.૧૯,પોરબંદર એસ.ટી ડેપોની ગાંધીનગર રૂટની બસને ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક ફિલ્મી ઢબે આંતરી એસ આર પી મેનનુ અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશત કરેલી આગોતરા જામીન અરજી ગોંડલની અદાલતે મંજૂર કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ પોરબંદર ખાતે રહેતા અને પોરબંદર એસટી ડેપોમાં ફરજ બજાવતા રાહુલભાઈ પુંજાભાઈ પરમાર નામના ચાલક એસટી બસ લઈને ગાંધીનગર જવા નીકળ્યા હતા ત્યારે કુતિયાણા એસટી ડેપોમાંથી એસઆરપી માં ફરજ બજાવતા સંજયભાઈ મૂછર નામના મુસાફર બેઠા હતા ત્યારે ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે પહોંચી ત્યારે બે કારે એસ.ટી બસને ફિલ્મી ઢબે આંતરી બસમાં મુસાફરી કરી રહેલા એસ આર પી મેન સંજયભાઈનું અપહરણ કરી લૂંટ ચલાવ્યા અંગેની નવ શખ્સો સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં જ ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા. હતા.પોલીસ ધરપકડની દહેશતથી મયુર ઓડેદરાએ કરેલી આગોતરા જામીન અરજી ગોંડલની અદાલતમા કરી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવા ને ધ્યાને લઇ મયુર ઓડેદરાની
આગોતરા જામીન અરજી મંજુર કરી છે.આ કેસમાં આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા, એચ.કે.ચનિયારા તેમજ કલ્પેશ એ.ચનિયારા રોકાયેલા હતા
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
