<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ઉનાના કેસરીયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બે સગા ભાઈઓ સહીત ત્રણના કરૂણમોત

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ મોકલી આપીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક કેસરીયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી. 

 આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલ મોકલી આપીને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:16 PM IST)