હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
બીએસએફના ૬૦માં સ્થાપના દિવસની ઉજવણીનું સાક્ષી બનશે કચ્છઃ પરેડનું રિહર્સલઃ જમ્મુથી નીકળેલ બાઇક રેલી ભુજ પહોંચી
ડીજી દલજીતસિંહ ચૌધરીની ઉપસ્થિતિમાં રિહર્સલ, આવતીકાલે ગળહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ઉજવણી, પ્રથમ કચ્છી મહિલા જવાન હુરબાઈ જુનેજાએ બાઈક રેલીમાં જોડાઈ યુવાનોને રાષ્ટ્ર સેવામાં સમર્પિત થવા કરી હાકલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: બીએસએફની સ્થાપનાને ૬૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે પ્રથમ વખત જ કચ્છ આ ઉજવણીનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.
આવતીકાલે ૨૧ નવેમ્બરે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણી પૂર્વે બીએસએફના ડીજી દલજીતસિહ ચૌધરીની ઉપસ્થિતિમાં પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોનું રિહર્સલ કરાયું હતું. બીએસએફના ૧૦૦૦ થી વધુ જવાનોએ શિસ્ત અને અનુપાલન દર્શાવતી જાનદાર પરેડ રજૂ કરી હતી.
દરમ્યાન જમ્મુથી નીકળેલ ૧૬૪૦ કિમીની બીએસએફ જવાનોની બાઇક રેલી ભુજ પહોંચી આવી હતી. જેમાં સામેલ મહિલા જવાનો પૈકી કચ્છના પ્રથમ મહિલા જવાન હુરબાઈ જુનેજા પણ સામેલ હતા. કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામના હુરબાઇએ ગર્વની લાગણી દર્શાવી યુવાનોને રાષ્ટ્ર સેવામાં જોડાવા આહવાન કર્યું હતું.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
