હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો સપાટો ગિરનાર ૬.૬ નલીયા ૧૦.૮ ડીગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીના પ્રમાણમાં વધારોઃ લઘુતમ તાપમાનમાં ઘટાડો

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીનો સપાટો યથાવત છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડીગ્રી, નલીયામાં ૧૦.૮, રાજકોટમાં ૧ર.૬, જામનગરમાં ૧૩.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.સર્વત્ર ટાઢોડુ છવાઇ જતા લોકો ગરમ વષાો અને તાપણાનો સહારો લઇ રહ્યા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ, ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં આજે પણ ઠંડીએ સપાટો બોલાવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.ગઈકાલે ગિરનાર પર્વત પર સાત ડિગ્રી ઠંડી નોંધાયા બાદ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરીને ૬.૬ ડિગ્રી સ્થિર થતા સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો. ઠંડી વધવાની સાથે ઠારનું પણ આક્રમણ થતાં ગિરનાર પર્વત પર કાશ્મીરી વાતાવરણ છવાઈ ગયું હતું. જૂનાગઢમાં સવારે ૧૧.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહેતા ઠાર વધુ કાતિલ બન્યો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ગોહિલવાડ પંથકમાં ઠંડીનું યથાવત રહ્યું છે. આજે ગુરૂવારે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન ૧પ.૮ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૪ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.પ, મહત્તમ તાપમાન ર૯, ભેજનું પ્રમાણ પ૮ ટકા, પવનની ગતિ પ કિ. મી. રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૬.૬ ડીગ્રી
જુનાગઢ ૧૧.૬ ડીગ્રી
અમદાવાદ ૧પ.૧ ડીગ્રી
અમરેલી ૧ર.૬ ડીગ્રી
બરોડા ૧૪.૦ ડીગ્રી
ભાવનગર ૧પ.૮ ડીગ્રી
ભુજ ૧૪.પ ડીગ્રી
દમણ ૧૭.૬ ડીગ્રી
ડીસા ૧૩.૩ ડીગ્રી
દીવ ૧પ.ર ડીગ્રી
દ્વારકા ૧૯.૦ ડીગ્રી
ગાંધીનગર ૧૩.પ ડીગ્રી
જામનગર ૧૩.પ ડીગ્રી
કંડલા ૧૬.૦ ડીગ્રી
નલિયા ૧૦.૮ ડીગ્રી
ઓખા રર.૪ ડીગ્રી
પોરબંદર ૧૩.૭ ડીગ્રી
રાજકોટ ૧ર.૬ ડીગ્રી
સુરત ૧૬.૪ ડીગ્રી
વેરાવળ ૧૮.પ ડીગ્રી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
