હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ પ્રેમિકાને પામવા પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું.

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: ભાવનગરમાં ચકચાર મચાવનાર ત્રીપલ હત્યા કેસના આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાની પત્ની અને બાળકોની હત્યા પ્રેમિકાને પામવા કરી હોવાનું જણાવ્યું હતું.
ફોરેસ્ટ કોલોનીમાં વન વિભાગના અધિકારીએ તેની પત્ની અને બે બાળકોને હત્યા કરી લાશ ખાડામાં નાખી દીધી હતી. પોલીસે હત્યારા શૈલેષ ખાંભલાને ઝડપી કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે . શૈલેષ ખાંભલાની પૂછપરછ કરતા એક મોટો ખુલાસો સામે આવ્યો છે . જેમાં શૈલેષ ખાંભલાને વન વિભાગમાં ફરજ બજાવતી એક યુવતી સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હોય જેના કારણે યુવતીને પામવા આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. હાલ ભાવનગરની પોલીસે આ યુવતીની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે ખૂની ખેલ બનાવમાં પ્રેમિકાની સંડોવણી ન હોય પોલીસે તેનું નામ ગુપ્ત રાખ્યું છે.આમ ભાવનગરના ક્લાસ વન અધિકારીએ પ્રેમિકાને પામવા પોતાની પત્ની તેમજ બે માસુમ બાળકોની હત્યા કરી છે. પોતાની માતા કયાં છે તે સવાલનો જવાબ આપવાનો ન પડે તે માટે પત્ની બાદ બે બાળકોનો પણ ભોગ લીધો છે.
આ બનાવે સમાજમાં પણ ભારે ફિટકાર વરસાવ્યો છે. આરોપી શૈલેષના પિતાએ પણ કડક સજા આપવા નિવેદન કર્યું છે.
સુરત ખાતે શોકસભા માં આરોપીને ફાંસીની માંગદરમ્યાન સુરત ખાતે ત્રણેય મળતકોની શોકસભા રાખવામાં આવી હતી .જે દરમિયાન શોકસભામાં આવેલા પરિવારના સંબંધીઓએ પણ આરોપી શૈલેષ ખાંભલાના નિર્દય ભરેલા કળત્યને લઈ આરોપીને ફાંસી આપવાની શોક સભામાં માંગ કરી કેન્ડલ માર્ચ કાઢી હતી. પણ આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવા અંગે રેલી યોજાઇ હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
