હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વી.સી.ઈ ને દુર કરવાનાં મામલે ભડકોઃ સુલતાનપુર બંધ રહ્યુ
મામલતદારને આવેદનપત્ર : વી.સી.ઈ નો બચાવ કરાયોઃ જો પોલીસ ફરિયાદ કરાશે તો સામુહિક રાજીનામાની ચીમકીઃ જીગીશા પટેલ હાય..હાય નાં નારા લાગ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૦: તાજેતર માં કમોસમી વરસાદ માં ખેડૂતોનાં પાક નો સોથ બોલી ગયો હોય સરકાર દ્વારા સહાય શરુ કરાઇ છે. જેમાં સુલતાનપુરમાં સહાય માટેનાં ફોર્મ ભરવા માટે કરાર આધારિત કર્મચારી વી.સી.ઈ શિવભાઈ માલાભાઈ ગોંડલીયા દ્વારા દરેક ફોર્મ નાં રૂ.૧૦૦ લેવાઇ રહ્યા હોઇ આપના નેતા જિગીશા પટેલ દ્વારા વીડીયો વાયરલ કરી ભાંડાફોડ કર્યો હતો. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ની તપાસ દરમ્યાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવા આદેશ કરાતા TDO દ્વારા સુલતાનપુર VCE ને તત્કાલિક છુટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતા.
દરમ્યાન સુલતાનપુરનાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વીસી ઉપર કાર્યવાહીથી રોષે ભરાઇ વિરોધ વ્યક્ત કરાતા આજે સુલતાનપુર બંધ રહ્યું હતુ અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. બંધ ને અનુલક્ષીને સુલતાનપુર ગામની તમામ સંસ્થાઓ, શાળાઓ, બેંકો બપોરથી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.
VCE ને છુટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુર ના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના લોકો મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવા પહોચ્યાં હતા. અને જીગીશા પટેલ હાય હાય... જય જવાન જય કિસાન ના નારા સાથે તાલુકા મામલતદારને રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ.
સુલતાનપુર માં ૨૭૦૦ સહાય ફોર્મ હોય પંદર દિવસમાં ભરવા અશકય હોવાથી VCE એ ગ્રામજનોના ફોર્મ ભરવા માટે બીજા બે ઓપરેટર રાખેલ હતા. તેમના ખર્ચના રૂપિયા ખેડૂતોની મંજૂરીથી લેતા હોવાનું પણ જણાવ્યું હતુ.
સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય અને વીસી ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવાશે તો સુલતાનપૂર ગ્રામપંચાયત સરપંચ સહિત ની બોડી સાથે તાલુકા પંચાયત બોડી, સહકારી મંડળી ના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. સહિતના સામુહિક રાજીનામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રજુઆતમાં સુલતાનપુરનાં સરપંચ કાકુભાઈ વાછાણી, બાલાભાઈ વૈષ્ણવ, સહકારી મંડળીનાં પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ, ગ્રામ્ય પંચાયત સભ્ય ભાવેશભાઈ બોરડ સહિત જોડાયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
