<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ધોરાજી કોલેરાગ્રસ્‍ત વિસ્‍તારમાં આશાવર્કર બેન કામગીરી કરતી વેળા બેભાન થયા

આશા વર્કરોનો ઉપયોગ કયારેક બીએલઓ તો કયારેક નગરપાલિકા કોઈ સમય નિશ્‍ચિત નથી હોતો?

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૦:  બહાર પુરાં પાંચ પીર વાડી વિસ્‍તારમાં કોલેરા ગ્રસ્‍ત વિસ્‍તારમાં આશા વર્કર બને કામગીરી કરતી વેળા બેભાન થયાં અને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા.

થોડાક દિવસોથી ધોરાજીના બહારપુરાં પાંચ પીર વાડી વિસ્‍તારમાં  જાળા ઉલટી અને કોલેરાનાં કેસોમાં વધારો જોવા મળ્‍યો છે ત્‍યારે આ વિસ્‍તાર ને કોલેરા ગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યો છે આરોગ્‍ય ની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનોને પણ સાથે આ વિસ્‍તારમાં કામગીરીમાં સોંપવામાં આવી રહી છે.

 ત્‍યારે આશા વર્કર બહેનો અંદાજે ૧૨ થીં પણ વધારે આ કોલેરા ગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી સોંપવામાં આવી છે ત્‍યારે આ કામગીરી સમયે આશા વર્કર બને બેભાન થઈ જતાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા તાત્‍કાલિક સારવાર અર્થે ધોરાજી ની સરકારી હોસ્‍પિટલ માં દાખલ કરવામાં આવેલ

ત્‍યારે આશા વર્કર બહેનો પોતાની વ્‍યથા ઠાલવતા જણાવ્‍યું હતું કે નગરપાલિકા અને અન્‍ય કામગીરી માં આશા વર્કર બહેનો ને કામગીરી સોંપવામાં આવી રહી છે અને આશા વર્કર બહેનો નું શોષણ થઈ રહ્યું છે કોલેરા ગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી સમયે માસ્‍ક કે પીવાની પાણી ની વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી.

અને જે વિસ્‍તારમાં તેમની નિમણૂક ન કરવામાં આવી હોય તેવા વિસ્‍તારોમાં કામગીરી માટે મોકલવામાં આવે છે જવાબદારી કે વેતન ફિક્‍સ નથી દર મહિને ૪૫૦૦ રૂપિયા મળે છે તેમ પણ રજીસ્‍ટર જો મેનેજ ન કર્યું હોય ૨૦૦૦ રૂપિયા કાંપી લેવામાં આવે છે ન ઘર નાં ન ઘાટના તેવી પરિસ્‍થિતિ આશા વર્કર બહેનો છે.

આખાં દિવસ સુધી કામગીરી સોંપવામાં આવે છે અને જ્‍યારે આશા વર્કર બહેનો ની તબિયત લથડે છે તો પણ કોઈ કોઈ પણ પ્રકારની સવલત આપવામાં આવતી નથી તેવું આશા વર્કર બહેનો જણાવી રહી હતી.

(11:09 AM IST)