<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

ઉનામાં સ્‍કુટર લઇને નીકળેલા સગીર વયના ૧૦ બાળકો ઝડપાયા

પોલીસે બાળકોના વાલીઓને પોલીસ સ્‍ટેશનમાં બોલાવીને ડ્રાયવીંગ લાયસન્‍સ વિના વાહનો ચલાવવા નહી આપવા કડક સૂચના આપી

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૦: પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન સ્‍કુટર ચલાવતા ૧૦ બાળકોને રોકીને સલામતી અંગે સમજણ આપી હતી અને આ બાળકોના વાલીઓને પોલીસ સ્‍ટેશને બોલાવીને લાયસન્‍સ વિના વાહન ચલાવવા નહી આપવા કડક સુચના આપી હતી.  પોલીસ સ્‍ટેશનનો ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર નિલેશ ભાઈ બી. ચૌહાણ એ સાંભળતા ટ્રાફિક વ્‍યસ્‍થા સઘન કરવા, વાહન અકસ્‍માત અટકાવવા લોકો ની સલામતી માટે ઊના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ને ચેકીંગ કરવા સૂચના આપતા પોલીસ ટીમ દ્વારા શહેર અને હાઈવે રોડ ઉપર વાહન ચાલકો નું ચેકીંગ કરતા દસ જેટલા સગીર વય ના બાળકો જેની ઉંમર ૧૮ વરસ ની પણ ના હોય તેવા વિધાર્થીઓ સ્‍કૂટર અને મોટર સાયકલ ઉપર નીકળતા રોકી લીધા હતા.

ડ્રાઇવીંગ  લાઇસન્‍સ જોવા માગતા ના હોય તમામ ને ઊના પોલીસ સ્‍ટેશન લાવી અને તમામ ના વાલીઓ ને બોલાવી પી. આઈ. ચૌહાણ એ તમામ વાલીઓ ને કડક સૂચના આપેલ કે સગીર વય ના બાળકો ને વાહન ચલાવવા ના આપવું અને જો કોઈ વાહન ચાલક ડ્રાઇવિંગ લાયસન્‍સ વગર વાહન ચલાવશે તો તેમની સામે અને વાલી સામે કાર્યવાહી કરવામાં આવશે.

(11:15 AM IST)