હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
કુચીયાદળ બ્રીજ ઉપર ‘હિડ એન્ડ રન': અજાણ્યા યુવાનનું કમકમાટી ભર્યુ મોત
ડમ્પર ચાલક બાઇકને ઉલાળી ભાગતાં યુવાનના માથાના ફુરચા ઉડી ગયાઃ એરપોર્ટ પોલીસ દ્વારા ઓળખ મેળવવા તપાસ

રાજકોટ તા. ૨૦: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદળ ઓવર બ્રીજ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યો ડમ્પર કે ટ્રકનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બાઇકચાલક યુવાનના માથાના ફુરચા નીકળી જતાં કમકમાટી ભર્યુ મોત થયું છે. તેના બાઇકનો પણ બૂકડો બોલી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રાત્રીના નવેક વાગ્યા આસપાસ અજાણ્યો ડમ્પરચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકનો બૂકડો બોલી ગયો હતો અને તેના ચાલક આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનના માથાના ફુરચા બોલી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માત સર્જી ભાગી જનારા વાહનચાલકને શોધવા તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં બૂકડો બોલી ગયેલુ બાઇક અને યુવાનનો મૃતદેહ જોઇ શકાય છે. (૧૪.૬)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
