<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કુલપતિ ડો. ટી. એસ. જોષી તથા ૨૫ જેટલાં પ્રાધ્‍યાપકો રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલાની મુલાકાતે

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતી અવસરે ગાંધીનગર ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિર્ટીના : સરદાર પટેલ સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છેઃ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સહુનું ભાવભર્યું સ્‍વાગત કર્યું

રાજકોટ તા.૨૦: ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતી અવસરે ગાંધીનગર સ્‍થિત ચિલ્‍ડ્રન્‍સ રિસર્ચ યુનિવર્સિર્ટીના સંસ્‍કળતિ-સાહિત્‍ય-શિક્ષણ-પ્રેમી કુલપતિ ડો. ટી. એસ. જોષી તથા ૨૫ જેટલાં પ્રાધ્‍યાપકોએ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ  મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર)ની મુલાકાત લીધી હતી.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સહુનું ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ સ્‍મારક, રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલયને રસપૂર્વક નિહાળીને સહુએ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલને સહુએ સ્‍મરણાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલ સાથે ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે. આઝાદીની લડત વખતે ૧૯૩૦-૩૧માં ઝવેરચંદ મેઘાણીને અમદાવાદ સ્‍થિત ઐતિહાસિક સાબરમતી જેલમાં રખાયા હતા ત્‍યારે ત્‍યાં સરદાર પટેલનો તોહભર્યો સાથ એમને પ્રાપ્ત થયો હતો. બે માસના સહવાસ દરમિયાન પામી શકેલ સરદારસાહેબનો વાત્‍સલ્‍યભાવ ઝવેરચંદ મેઘાણીના マદયમાં જીવનભર અંકિત રહ્યો હતો. ૧૯૪૫માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કળતિ માણસાઈના દીવાને ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવાઓને ગુજરાતમાં સતેજ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને સાદર અર્પણ કરી હતી. ૦૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે ૫૦ વર્ષની વયે ઝવેરચંદ મેઘાણીએ અણધારી વિદાય લીધી ત્‍યારે સરદાર પટેલએ ભાવભરી અંજલિ અર્પણ કરી હતી : સ્‍વ. ભાઈ ઝવેરચંદ મેઘાણી ભારતના સ્‍વતંત્રતા-યુદ્ધના એક અગ્રગણ્‍ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. એમના અચાનક ચાલી જવાથી ભારે ખોટ પડી છે. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્‍વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્‍યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામકની કચેરી હસ્‍તકનું ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્‍ય અને સંગીતને નિરૂપતું ભવ્‍ય રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું નિર્માણ રૂ. ૩૪ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે તેમજ ગ્રંથાલય નિયામકની કચેરી હસ્‍તકનું વિવિધ વિષયોનાં ૧૫૦૦૦ જેટલાં પુસ્‍તકો ધરાવતું અદ્યતન અને સમળદ્ધ રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્‍તકાલયનું નિર્માણ રૂ. ૦૫ કરોડના ખર્ચે કરવામાં આવ્‍યું છે. લોકલાગણીને પામીને ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૦માં સ્‍વર્ણિમ ગુજરાત અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના જે ઐતિહાસિક જન્‍મસ્‍થળને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્‍યું હતું. તેનો પણ સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો છે. આ સ્‍મળતિ-સ્‍થળની મુલાકાત લઈને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-ઙ્ઘેરિત થશે તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થશે. ચામુંડા માતાજીની પાવન તીર્થભૂમિ તરીકે ચોટીલા જગપ્રસિધ્‍ધ છે. સાંસ્‍કળતિક તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્‍યાતિ પામશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ સાંસ્‍કળતિક મંત્રી મુળુભાઈ બેરા તથા રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ)નો પિનાકી મેઘાણીએ マદયથી આભાર માન્‍યો છે.(૨.૨)

 આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન-  

મો.૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:23 AM IST)