<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કિરણકુમારના નામથી જે ઘટના દર્શાવાયેલ છે તે વાયરલ કરાશે તો કાનુની પગલા લેવાશે

તા.૧૦-૧૧-૨૦૨૨ના રોજ બહારગામ આવૃતિમાં ભાનુબેનના અવસાન બાબતે કિરણકુમાર  ફફલના નામથી જે ઘટના દર્શાવાયેલ છે તેવી કોઈ ઘટના નહિં બન્‍યાનું કિરણકુમાર ખેરાભાઈ ફફલ જણાવે છે. આ હકીકત ખોટી હતી અને સમજણ ફેરથી પ્રસિદ્ધ થયેલ. આથી હવે પછી કોઈએ આ ઘટના સોશ્‍યલ મીડિયા કે અન્‍ય રીતે સોશ્‍યલ મીડિયામાં વાયરલ ન કરે અને કરેલ હોય તો ડીલીટ કરી નાખે. હવે કોઈ જાણતા - અજાણતા આ પોસ્‍ટ પ્રસિદ્ધ કરશે તો તેમની સામે કાનુની કાર્યવાહી થઈ શકે છે. હકીકતમાં બનાવ સમયે તેઓ હોસ્‍પિટલમાં દાખલ હતા અને પીએમ રીપોર્ટ પણ નોર્મલ આવેલ. એટલે આવી કોઈ ઘટના જ બની ન હતી તેમ કિરણકુમાર ખેરાભાઈ ફફલ જણાવે છે. શ્રી કિરણભાઈ સામાજીક - રાજકીય લેવલે પ્રતિષ્‍ઠા ધરાવે છે અને તેમનું માન - સન્‍માન - ગરીમા જળવાઈ રહે તે હેતુથી આ સ્‍પષ્‍ટતા કરેલ છે. 

(11:31 AM IST)