<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

માધવપુર શ્રી કૃષ્‍ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો ૪૩ કરોડથી વધુ ખર્ચનો બીજા તબક્કાનો વિકાસ પ્રોજેકટ

પ્રથમ તબક્કામાં ૪૮ કરોડના ખર્ચે રૂક્ષ્મણી માતા મંદીર માયરાની જગ્‍યા બ્રહ્મકુંડ બીચ ડેવલોપમેન્‍ટના વિકાસ કામો પુર્ણ : શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણી યાત્રાધામના બીજા તબક્કાના વિકાસ પ્રોજેકટમાં માધવરાયજી મંદિરનું પુનઃ નિર્માણ પાર્કીંગ માટે પરીસર સહિતના વિકાસ કાર્યો કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૦: માધવપુર ઘેડ ખાતે શ્રી કળષ્‍ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં રૂ. ૪૩ કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્‍ટ, ર્પાકિંગ માટે પરિસરનો વિકાસ સહિતના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ પહેલા પ્રથમ તબક્કામાં રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચોરી માયરાની જગ્‍યા, અપ્રોચ રોડ, બ્રહ્મ કુંડ, મુખ્‍ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલોપમેન્‍ટના વિકાસકાર્યો  પૂર્ણ કરાયા હતા.

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે શ્રી કળષ્‍ણા- રૂક્ષ્મણી યાત્રાધામના અંદાજે કુલ રૂ. ૯૧ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી કળષ્‍ણ - રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્‍ટર પ્‍લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી એક કિ.મી.જેટલા અંતરે આવેલા વિવિધ સ્‍થળોને આવરી લઇ તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે. જેના પરિણામે આ યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્‍ધ થશે.

બીજા તબક્કામાં રૂ. ૪૩.૭૨ કરોડના ખર્ચે શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, મંદિર પાસે ૩૦૦ મીટર બીચ ડેવલપમેન્‍ટ ર્પાકિંગ માટે પરિસરનો વિકાસ અને અન્‍ય પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક અન્‍ય સ્‍થળો જેવા કે, કાચબા ઉછેર કેન્‍દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્‍તો ૦૯ મીટર પહોળો કરવો, બીચ એરિયામાં ફૂડ કિઓસ્‍ક અને શૌચાલય વગેરે, ર્પાકિંગ અને ફૂડ કોર્ટ સાથે જ, જુદા-જુદા પ્રકારના સ્‍કલ્‍પચર, સાઇનેજીસ, ફાઉન્‍ટેન, સેલ્‍ફી પોઇન્‍ટ સહિત લેન્‍ડસ્‍કેપિંગનો સમાવેશ થાય છે.

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. ૪૮ કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચોરી માયરાની જગ્‍યા, માધવરાયજી મંદિર જતાં રસ્‍તા પર બીચ ડેવલોપમેન્‍ટ, બ્રહ્મકુંડ તેમજ મેળા ગ્રાઉન્‍ડનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.આમ અંદાજે કુલ રૂ. ૯૧ કરોડના ખર્ચે આ યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે તેથી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ- શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે જેના પરિણામે ગુજરાત આદ્યાત્‍મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે તેમ, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ યાદીમાં જણાવાયું છે. 

(11:35 AM IST)