હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં જિલ્લા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ર૧મો હપ્તો વિતરણ સમારંભ યોજાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૦: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૧મા હપ્તાના વિતરણ પ્રસંગે પોરબંદર જિલ્લાના ખાપટ સ્થિત અસ્પી કળષિ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે યોજનાની પળષ્ઠભૂમિ સમજાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતળત્વ હેઠળ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન કળષિ વૈજ્ઞાનિક શ્રી વિરાટ પરમારે પ્રાકળતિક ખેતીના વિવિધ પરિપ્રેક્ષ્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતાના કાર્યક્રમ અને રાષ્ટ્રકક્ષાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતાના તમિલનાડુના મુખ્ય કાર્યક્રમ એમ બંને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ તમિલનાડુમાંથી વર્ચુઅલ રીતે સમગ્ર દેશના ખેડૂત મિત્રોને સંબોધતા સંદેશ આપ્યો હતો અને કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમાકરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પંચાયત પોરબંદરના કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ ભુરાભાઈ કેશવાલા, અસ્પી કળષિ કોલેજના આચાર્ય એચ.આર. વદર સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
