<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

દાહોદના રતનમહાલ અભ્યારણ્યમાં વાઘે પોતાનું કાયમી નિવાસ બનાવ્યું

સિંહની ધરતી તરીકે જાણીતા ગુજરાતમાં હવે વાઘનું નવું ઘર બન્યુઃ ૯ મહિનાથી વસવાટ દેશમાં ગુજરાત ઍવું રાજય કે જયાં સિંહ વાઘ અને દીપડાની ઍક સાથે હાજરીઃ અર્જુનભાઇ મોઢવાડિયા

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.ર૦, સિંહની ધરતી ગુજરાતમાં હવે વાઘનું નવું ઘર બન્યું છે. દાહોદના રતનમહાલ વન્ય જીવન અભ્યારણ્યમાં ૯ મહિનાથી વાઘે વસાવટ શરૂ કરીને પોતાનું કાયમી નિવાસ બનાવ્યું છે. વન્ય પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાઍ જણાવેલ કે, દેશમાં ગુજરાત ઍવું રાજય કે જયાં સિંહ વાઘ અને દીપડાની ઍક સાથે હાજરી જાવા મળે છે. 

ગુજરાતમાં ઍક સમયે વાઘની મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતી લૂ થઈ, પરંતુ આપણા માટે ઍ આનંદની વાત છે કે ફરી ઍકવાર ગુજરાતને વાઘે પોતાનું નવુ ઘર બનાવ્યુ છે. અત્યારે જે  વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્ના છે તે, સૌ પ્રથમ ગત તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થયો હતો.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાઍ જણાવ્યું હતું કે સિંહ ધરતી ઍવુ આપણું ગુજરાત હવે વાઘનું નવુ ઘર બન્યું છે. ગતતા.૨૩ ફેબ્રુઆરીની સવારે પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન (પગ માર્ક્સ) જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી, આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને  રાત્રિના આશરે ૨ઃ૪૦ વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળેલ હતી. આથી સવારે જોવા મળેલા મોટા કદના પગના નિશાન વાઘના જ હોવાની પુષ્ટિ થયેલ હતી.

વન્ય પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં ઉમેર્યુ હતું કે, વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાઈ ત્યારથી આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્નાં છે તેમજ પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં લેવામાં આવેલ છે. વિસ્તારમાં કેમેરા ટ્રેપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં જંગલી ડુક્કર, નીલગાય અને વાનરોની હાજરી છે અને જરૂર પડ્યે શિકારી પ્રાણીઓની સંખ્યામાં વધારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોમાસા દરમ્યાન સાબર અને ચિતલ પણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવેલ છે. જેમાં હાલમાં પ્રજનન પણ જોવા મળેલ છે. વાઘની હાજરીની પુષ્ટિ કરતી તસવીરો સતત કેમેરા ટ્રેપમાં આવેલ છે જેનાથી વાઘની હાજરી તેમજ તેઓના આરોગ્ય બાબતે સતત મોનીટરીંગ શક્ય બનેલ છે. ઉપરોક્ત રીતે વાઘ રતનમહાલ વિસ્તારમાં સ્થાયી થયેલ જણાય છે, તેમ અર્જુનભાઇ મોઢવાડીયાઍ જણાવેલ હતું

કેબીનેટ મંત્ર અર્જુનભાઈ મોઢવાડિયા વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાત માટે આ ઍક ગૌરવશાળી ક્ષણ છે, હવે ગુજરાત ભારતનું ઍકમાત્ર ઍવુ રાજ્ય બન્યુ છે, જ્યાં મોટી બિલાડીની ચારેય પ્રમુખ પ્રજાતિઓ સિંહ, વાઘ, ચિંતો અને દિપડાની ઍક સાથે હાજરી જુવા મળે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં હાથધરવામાં આવેલ વન સંરક્ષણના કાર્યક્રમોનું આ સુખદ પરિણામ છે.

(12:15 PM IST)