<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

લૂંટ-મારામારીમાં સંડોવાયેલા જેતપુરના અવધ અને મુનાવર ‘પાસા'માં ધકેલાયા

જેતપુર અને રૂરલ એલસીબીએ બન્‍નેને પકડી વડોદરા-સુરત જેલમાં ધકેલી દીધા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૦: લૂંટ અને મારામારીના ગુન્‍હામાં સંડોવાયેલ બે શખ્‍સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા હતા.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, નાયબ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાની સૂચનાથી એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા તેમજ સીટી પીઆઇ એ. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ લૂંટ અને મારામારીના ગુન્‍હામાં સંડોવાયેલ ટોળકીનો મુખ્‍ય સૂત્રધાર અવધ અરવિંદ તિવારી (ગલગલીયા ધાબા પાસે જુનાગઢ રોડ) તેનો સાગરીત મુનાવર ફરીદ રફાઇ (બાવાવાળા પરા પીંજારા શેરી) વિરુદ્ધ જેતપુર સીટી તેમજ ઉદ્યોગ નગર, તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય તે બંને વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્‍ટ્રેટ દરખાસ્‍ત ને મોકલતા બંને વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્‍યુ થતા મળતા પોલીસે બંને શખ્‍સોને પકડી પાડી વડોદરા મધ્‍યસ્‍થ જેલ તેમજ સુરત લાજપોર મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપેલ.

આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી વી ઓડેદરા, બાલકળષ્‍ણભાઈ ત્રિવેદી, અમિત સિંહ જાડેજા, સીટી પીઆઇ એ ડી પરમાર તથા સ્‍ટાફના ભાવેશભાઈ ચાવડા, મિલનસિંહ ડોડીયા, સાગરભાઇ મકવાણા, ધવલભાઇ ગાજીપરા, ભરતસિંહ રાઠોડ, અમિતભાઈ સિધ્‍ધપુરા, પ્રદીપભાઈ આગરીયા, ભગીરથસિંહ જાડેજા, શક્‍તિસિંહ ઝાલા, લાખુભા રાઠોડ જોડાયા હતા. 

(1:20 PM IST)