<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

વેરાવળમાં ૮પ.૬૧ લાખના દારૂ પ્રકરણમાં ૧૧ આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ

વેરાવળ હુડકો સોસાયટીમાં એસીએમસીએ વિદેશીદારૂની ૧૯૦૦૦ બોટલા ૪ વાહનો,પાંચ મોબાઈલ, રોકડા ૩૦,૦૦૦ સહીત ૮૫,૬૧,૭૨૦ નો મુદામાલ કબજે કર્યોહતો ત્રણનીઅટકાયત કરી હતીઃ વિદેશી દારૂ ટેન્‍કર ઉતારવામાં બુટલેગરોની ખુલ્લેઆમ હાજરી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ : તા.ર૦,સોમનાથ વિસ્‍તારમાં ખુલ્લેઆમ વિદેશદારૂ વેચાતો હોય તેવી બાતમીના આધારે ગાંધીનગર એસીએમસી એ ૨૪ કલાક થી વેરાવળ માં ધામા નાખેલ હતા વ્‍હેલીસવારે ૫ થી ૬ વાગ્‍યા ની અંદર હુડકો સોસાયટી માં ટેન્‍કર ઝડપી તેમાંથી વિદેશીદારૂ ની બોટલ ૧૯૩૭૫ કબજે કરેલ હતી ત્રણ આરોપીની ઝડપી લઈ ૧૧ આરોપીની શોધખોળ હાથ ધરેલ છે વાહનો સાથે ૮૫,૬૧,૭ર૦ નો મુદામાલ કબજે કરેલ છે.

શહેર પોલીસ સ્‍ટેશન માં ટેન્‍કર ખાલી કરવા માટે નામચીન બુટલેગરો સેવામાં હાજર હતા બહારના અધિકારીઓ કર્મચારીઓને આની ખબર પણ નહી હોય સ્‍થાનીક પોલીસ દ્વારા બુટલેગરોને મજુર તરીકે બોલાવી ટેન્‍કર ખાલી કરાવેલ હતું.

વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં અનેક નામચીન તથા પ્રતિષ્ઠીત વિસ્‍તારોમાં ખુલ્લેઆમ વિદેશીદારૂ વેચાતો હોય તેના હાટડાઓ પણ હોય ગાંધીનગર એસીએમસી વિભાગે વ્‍હેલીસવારે મહારાષ્‍ટ્ર પાર્સીંગ નું પાણી નું ટેન્‍ડર હડકો સોસાયટીમાં થી ઝડપી તેમાંથીવિદેશીદારૂ ની પેટીઓ ૪૦૦ થી વધારે બોટલ નંગ ૧૯૩૭૫ મળી આવેલ જેની કીમત રૂા.૪૪,૨૩,૨૨૦ તેમજ ટેન્‍કર બે માલ વાહક જીપ,એક મોટરસાઈકલ, મોબાઈલ નંગ પ,રોકડા રૂા. ૭૦૦૦ બાકીનો મુદામાલ રૂા. ૭૦૦ કુલ રૂા.૮૫,૬૧,૭ર૦ નો કબજે કરેલ હતો

એસીએમસીના પી.આઈ પી.બી. બ્રહમભટે જણાવેલ હતું કે હાલ ત્રણ આરોપીઓ રેનીશ કાસમ કોટડીયા,પાર્થ ગીરીશ રૂધાણી,ધર્મેશ નરસી ખાપંડી ને ઝડપેલ છે બાકીના ૧૧ આરોપીઓ ટ્રક નો ડ્રાઈવર,ટ્રક નો કલીનર સહીત ૧૧ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેને ઝડપવા

પોલીસ અધિકારીઓને સાત દિવસ ની રજા લઈને આટલો મોટો વિદેશીદારૂ ધંધો કરવાનો પરવાનો મળેલ હોય કોંગ્રેસ ના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા એ સ્‍થાનીક પોલીસ ની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તેમજ હજારો કોથળીયો દેશીદારૂ ની વેચાતી હોય તેવો પત્ર એસ.પી ને લખેલ છે.

વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્‍તારમાં હુડકો,આવાસ વિસ્‍તાર, ઙ્કકાશ કોમ્‍પલેક્ષ,બંદર રોડ, ભીડીયા હનુમાન મંદિર, પ્રભાસપાટણ ના અનેક વિસ્‍તારોમાં ૫૦૦ થી વધારે બુટલેગરો દેશી વિદેશીદારૂ નો ધંધો કરી રોજીરોટી મેળવે છે આટલો મોટો દરોડો પડવા છતા આજે નામનીચ વિસ્‍તારોમાંથી ખુલ્લેઆમ દેશી વિદેશીદારૂ મળતો હતો ભુતકાળમાં પોલીસે આ વિસ્‍તારોમાં કોમ્‍બીગ કરી ખુબજ મોટાપાયે જથ્‍થો ઝડપેલ હોય તેમજ લીસ્‍ટેટ બુટલેગરોને પણ પકડી પાડેલ હોય.

 

(12:22 PM IST)