હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાણાવાવ પાસે બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ૩ ભઠ્ઠીઓ ઉપર દરોડા
આરોપીઓ હાથ આવ્યા નહીઃ ૮૦ લીટર તૈયાર દારૂ અને ૪૯૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં રાણીવડ વાળા પાસે ધમધમતી દેશી દારૂની ૩ ભઠ્ઠીઓ ઉપર પોલીસે દરોડા પાડયા હતા દરોડા દરમિયાન આરોપી ફરાર થઇ ગયા હતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના ં પેટ્રોલીંગમાં ે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઈ તથા જયમલ સામતભાઈ નેબાતમીના આધારે રાણાવાવ પો.સ્ટે. વિસ્તારનાબરડા રાણા વડવાળા ગામમાં અલગ-અલગ જગ્યાએ રેઇડો કરી દેશી દારૂની ૩ ભઠ્ઠીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશના ૩ ગુન્હાઓ નોંધ્યા છે.
આરોપીનુ નામ સરનામુ
(૧) આ દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા દરમિયાન નાસી ગયેલ રાજુ કીશોરભાઇ ફળદુ રહે.રાણા વડવાળા ગામ ત.રાણાવાવ દેશી દારૂ લી ૮૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ. ૨૧૦૦/- નો મુદામાલ મળી આવેલ
(૨) દેશી દારૂની બીજી ભઠ્ઠીમાં ફરાર આરોપી રાજુ મેણંદભાઇ રાતીયા રહે.રાણા વડવાળા ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.૩૦૦ તથા દેશી દારૂ લીટર-૧૫ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૨૭૩૦/- નો મુદામાલ મળી આવેલ છે.
(૩) ત્રીજી દારૂની ભઠ્ઠીમા઼ નાસી ગયેલ આરોપી જયમલ ભરતભાઇ ઓડેદરા રહે રાણા વડવાળા ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.૧૯૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૫૧૫૦/- નો મુદામાલ મળી આવેલ.
આ દારૂ દરોડાની આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એન.એન.તળાવીયા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, તથા પો.કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, દ્વારા કરવામાં આવેલ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
