<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

નેપાળ બોર્ડર પર એન.સી.સી. કેમ્પ માં યોજાયેલ સ્પર્ધા માં કચ્છના મુન્દ્રાના વિદ્યાર્થી નો પ્રથમ નંબર

સ્પીચ કોમ્પિટિશન અને ટગ ઓફ વોર બંનેમાં પ્રથમ ઇનામ જીત્યું : આઠ રાજ્યોના પાંચ ડાયરેક્ટરેટના કુલ 510 કેડેટ્સે આ આઠ દિવસીય કેમ્પમાં ભાગ લીધો'તો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તઃ.૨૦ : નેપાળ બોર્ડર નજીક યોજાયેલ એનસીસી કેમ્પમાં કચ્છના મુન્દ્રાના કેડેટ ધનુષ સુરાડાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. બોર્ડર વિલેજ શ્રાવસ્તી ઉત્તર પ્રદેશ ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા નેશનલ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તેમણે સ્પીચ કોમ્પિટિશન અને ટગ ઓફ વોર બંનેમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. આઠ રાજ્યોના પાંચ ડાયરેક્ટરેટના કુલ 510 કેડેટ્સે આ આઠ દિવસીય કેમ્પમાં ભાગ લીધો હતો.

આ કેમ્પ નેપાળ સરહદ નજીક જંગલ વિસ્તારમાં સ્થિત હતો. સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી  એન. સી. સી નાં બે કેડેટ્સે આ પ્રતિષ્ઠિત કેમ્પમાં ભાગ લીધો હતો. સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ મુન્દ્રા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી ધનુષ ને  માર્ગદર્શન આપનાર તેમના ટીચર શ્રીમતી સૌમ્યા નાયર છે,  તેઓ હંમેશા વિદ્યાર્થીઓ માં રહેલ પ્રતિભા ખીલવવા માટે પ્રયત્નશીલ છે.

શાળા નાં આચાર્ય સાથે વાત કરતા તેમણે ધનુષ અને તેના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:09 PM IST)