હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર
પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો :અજાણી મહિલાના પરિવારજનોની શોધખોળ

સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલમાં લાશ હોવાની જાણ ફાયર વિભાગને કરતા, ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે લાશને બહાર કાઢીને પોલીસને સોંપી હતી, જે બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલમાં અજાણી મહિલાના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે અને મહિલાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
