<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૃ અંગે દરોડો

એક આરોપીને કાર અને દારૃ સાથે ઝડપી લીધો છેઃદારૃની નાની મોટી ૩૮૧ બોટલો સાથે ઝડપી લઈ મોબાઈલ સહિત રૃ.૨,૦૩,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે

જામનગર : જામનગર તાલુકાના વિભાપર ગામ વિસ્તારમાંથી એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે બે શખ્સોને ઈંગ્લિશ દારૃની નાની મોટી ૩૮૧ બોટલો સાથે ઝડપી લઈ મોબાઈલ સહિત રૃ.૨,૦૩,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે, જ્યારે બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મોડી રાત્રે તે પૈકીના એક આરોપીને કાર અને દારૃ સાથે ઝડપી લીધો છે, જ્યારે બીજા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. જામનગર તાલુકાના વિભાપર ગામની બાજુમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૃનો જથ્થો વેંચાણ અર્થે રાખી છૂટકમાં વેંચાણ કરતા હોવાની બાતમી ગઈકાલે એલસીબી પોલીસને મળતાં તેઓએ પી.આઈ.ની સૂચનાથી દરોડો પાડી ઈંગ્લિશ દારૃની નાની મોટી ૩૮૧ બોટલ કિમંત રૃ.૧,૯૩,૭૦૦ તથા બે મોબાઈલ મળી કુલ રૃ.૨,૦૩,૭૦૦ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

જેઓની પૂછપરછ દરમિયાન તેઓને ઉપરોક્ત દારૃનો જથ્થો નાગેડીમાં રહેતા રામભાઈ ભરવાડ તેમજ રામભાઈ મેર દ્વારા સપ્લાય કરાયો હોવાનું કબુલતા તે બંનેને ફરાર જાહેર કરાયા છે.

બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન નાઘેડી વિસ્તારમાં કન્યા છાત્રય પાસેથી કાર લઈને નીકળેલા રામભાઈ રામપુર જીવાભાઇ મોઢવાડિયાને પોલીસે એક કારમાં લીધો હતો જે કારની તલાસી લેતા તેમાંથી વધુ ૨૩ નંગ ઇંગ્લિશ દારૃની બોટલો મળી આવી હતી જેની અટકાયત કરી કાર અને દારૃ કબજે કર્યા છે જે દારૃ તેને રામભાઈ ભરવાડે સપ્લાય કર્યા હોવાનું કબુલતા રામભાઈ ભરવાડની બંને કેસમાં શોધ કોડ હાથ ધરી છે.

(10:29 PM IST)