હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
તાલાલા મામલતદાર કચેરીમાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
મહેન્દ્ર ઉર્ફે મયુરભાઈ પટાટ નામના આ ઓપરેટરે E-KYC કરવા બદલ અરજદાર પાસેથી ₹1,200 રૂપિયાની લાંચની માંગણી કરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલી મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ટ્રેપ ગોઠવીને એક કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. મહેન્દ્ર ઉર્ફે મયુરભાઈ પટાટ નામના આ ઓપરેટરે E-KYC કરવા બદલ અરજદાર પાસેથી ₹1,200 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે લેતી વખતે તે ACBની જાળમાં ફસાઈ ગયો હતો. આ ગુનામાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે બે વચેટિયાઓને પણ સહઆરોપી તરીકે ઝડપી લેવામાં આવ્યા છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
