News of Friday, 21st November 2025
ભાવનગરમાં વધુ એક હત્યાઃ શહેરમાં ૧૧ માસમાં ૩૭ ખૂન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: વડવા વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે મારામારીની ઘટનામાં ઇજા પામનાર યુવાનનું આજે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. છેલ્લા ૧૧ માસ દરમિયાન ભાવનગરમાં આ ખૂનનો ૩૭ મો બનાવ છે. ભાવનગર શહેરમાં ગુનાખોરી વધી રહી છે. મારામારી ખૂનની કોશિશ અને હત્યાના બનાવો વધી રહ્યા છે.
શહેરના વડવા વિસ્તારમાં ગત તા. ૧૬ નવેમ્બરના રોજ સીમલા પાન સેન્ટર પાસે માથાકુટ થઈ હતી. જેમાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં વસીમભાઈ રજાક ભાઈ જાકા ઉ.વ. ૨૭ ને ગંભીર ઈજાઓ થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં ત્રણેક દિવસથી સારવાર લેવાઈ રહી હતી. પરંતુ ગંભીર રીતે પથ્થરોના ઘા વાગવાથી વસીમભાઈએ આજે સારવાર દરમિયાન દમ તોડયો હતો. પોલીસ તંત્ર હોસ્પિટલ દોડી ગયું હતુ. જ્યા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
