<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જોડીયામાં પૂ. મોરારીબાપુની ઉપસ્‍થિતીમાં ગીતા જયંતિ મહોત્‍સવ ઉજવાશે

 

વાંકાનેર, તા. ર૧: જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ પ.પૂજ્‍યશ્રી વિરાગમુનિજી સ્‍થાપિત શ્રી રામકળષ્‍ણ સાધના ટ્રષ્ટ શ્રી ગીતા વિદ્યાલય - ધર્મક્ષેત્ર ખાતે પ. પૂજ્‍યશ્રી મોરારીબાપુના પાવન સાનિધ્‍યમાં (૫૧ મો શ્રી ગીતા જ્‍યંતી મહોત્‍સવ) તા. ૩૦ નવેમ્‍બર તથા તા. ૧ ડિસેમ્‍બર ૨૦૨૫ ના રોજ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવાશે સુજ્ઞ ભગવત ગુણાનુરાગી શ્રી સાદર જય સીયારામ સંસ્‍થાની પ્રતિવાર્ષિકી પરંપરાનુસાર આગામી તારીખ ૧/૧૨/૨૫ ને સોમવારના રોજ માગસરશૂદ એકાદશીના શ્રી ગીતા જ્‍યંતીના યુગ પર્વ દિને સવારે ૯:૩૦ વાગ્‍યાંથી પ. પૂજ્‍યશ્રી મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ આપી કળતાર્થ કરશે, શ્રી ગીતા જ્‍યંતી મહોત્‍સવ દરમ્‍યાન સવારે વિશ્વ કલ્‍યાણ હરિ પર્સનાતાથે શ્રી ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિકમાં હોમાત્‍મક પાઠ અનુષ્ઠાન થશે આ ઉપરાંત તારીખઃ ૩૦/૧૧/૨૫ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ દરમ્‍યાન સંતો, કથાકારો દ્વારા સત્‍સંગ પ્રવચન રાખેલ છે તેમજ તારીખઃ ૧/૧૨/૨૫ ને સોમવારના રોજ સવારે ૯:૩૦ વાગ્‍યાંથી પૂજ્‍ય મોરારીબાપુ દ્વારા ગીતા સંદેશ શ્રી ગીતા જ્‍યંતીના પાવન પુણ્‍યશાળી પર્વમાં સર્વ ભાવિક ભક્‍તજનોને પધારવા શ્રી રામકળષ્‍ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય પરિવાર જોડિયાધામ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

(11:12 AM IST)