News of Friday, 21st November 2025
પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૫,૬૫ લાખની વીજ ચોરી ઝડપાઇ
જિલ્લામાં મેગા વીજ કોર્પોરેટ રી-ચેકીંગ ડ્રાઇવથી વીજ ચોરોમાં ફફડાટ : ૪૦૦ જગ્યાએ વીજ કનેકશન ચેકીંગમાંથી ૪૬ વીજ કનેકશનમાં વીજ ચોરી થતા હોવાનું ખૂલ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની મેગા વીજ કોર્પોરેટ રી-ચેકીંગ ડ્રાઇવમાં અલગ - અલગ સ્થળોએ વીજ ચેકીંગમાં કુલ ૧૫,૬૫ લાખની વીજ ચોરી ઝડપાઇ છે.
પોરબંદર ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીની મેગા વીજ કોર્પોરેટ રી-ચેકીંગ ડ્રાઇવ ચાલી રહી છે. આ વીજ ચેકીંગ ડ્રાઇવ - દરમ્યાન ૪૦૦ જગ્યાએ વીજ કનેકશન ચેકીંગ કરવામાં આવ્યા હતાં. જેમાંથી ૪૬ ગેરકાયદે વીજ જોડાણો થી વીજ ચોરી થતા હોવાનું ખૂલ્યું હતુ.
મેગા વીજ ચેકીંગ ડ્રાઇવ બગવદર અને મજીવાડમાં વીજ સબ ડીવીઝન વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. ૪૬ ગેરકાયદે વીજ જોડાણોમાં થતી વીજ ચોરી પકડતા દંડરૂપે લાખોના વીજ બીલ ફટકારવામાં આવ્યા છે.
જિલ્લાના બરડા વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં દેગામ બખરલા ખીસ્ત્રીગામ અડવાણા, ફટાણા મજીવાણા બગવદરમાં પીજીવીસીએલ કોર્પોરેટ રી-ચેકીંગ ડ્રાઇવ ચાલી રહી છે આજે વધુ સ્થળે વીજ જોડાણોનું ચેકીંગ કરાય તેવી સંભાવના છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
